સાણંદમાં જન્મેલો આ ગુજરાતી ખેલાડી નસીબનો બળિયો નીકળ્યો : 2 કરોડની બેસ પ્રાઈસ સામે 11.75 કરોડ મળ્યા
Punjab Kings: ગુજરાતમાં અમદાવાદ નજીક આવેલા સાણંદમાં જન્મેલો એક ગુજરાતી ખેલાડી નસીબનો બળિયો સાબિત થયો છે. પંજાબ કિંગ્સે ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે, આ ખેલાડીને બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ અને LSGએ હર્ષલ પટેલ માટે બોલી લગાવી હતી.
Trending Photos
IPL Auction update Harshal Patel: ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલને IPL 2024 સીઝનમાં ચાંદી ચાંદી થઈ ગઈ છે. હર્ષલ પટેલને IPL 2024 સીઝનમાં પંજાબ કિંગ્સની જર્સીમાં જોવા મળશે. જી હા...પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયા ખર્ચીને હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે હર્ષલ પટેલની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે હર્ષલ પટેલ માટે બોલી લગાવી હતી, પરંતુ પંજાબ કિંગ્સે છેલ્લી બોલી જીતી હતી.
અગાઉ હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો, પરંતુ તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હર્ષલ પટેલને રિલીઝ કર્યો હતો. IPL ઓક્શન 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હર્ષલ પટેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLમાં હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે. પરંતુ હવે તે પંજાબ કિંગ્સની જર્સીમાં જોવા મળશે.
The Punjab Kings have a valuable buy in the form of Harshal Patel for a whopping price of INR 11.75 Crore 🔥🔥#IPLAuction | #IPL pic.twitter.com/YNyDPOzaQk
— IndianPremierLeague (@IPL) December 19, 2023
ગુજરાત ટાઈટન્સે કરી ઓપનિંગ, પંજાબ કિંગ્સે કરી ફિનિશ...
આ વર્ષે IPLની મીની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે હર્ષલ પટેલ માટે પ્રથમ બોલી લગાવી હતી. હર્ષલ પટેલની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. પરંતુ છેલ્લે પંજાબ કિંગ્સે બાજી મારી લીધી હતી. હર્ષલ પટેલ માટે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સે બિડિંગ ચાલુ રાખ્યું હતું. જ્યારે હર્ષલ પટેલની કિંમત 11 કરોડ રૂપિયા સુધી પહોંચી ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સે બોલીમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ આ ટીમે ટૂંક સમયમાં જ પોતાની જાતને સાઇડલાઇન કરી દીધી. આ રીતે પંજાબ કિંગ્સે હર્ષલ પટેલ માટે છેલ્લી બોલી લગાવી હતી. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને રૂ. 11.75 કરોડમાં સાઇન કરવામાં સફળતા મેળવી હતી.
આવું રહ્યું છે હર્ષલ પટેલનું આઈપીએલ કરિયર
ગુજરાતના સાણંદમાં જન્મેલા હર્ષલ પટેલની ઉંમર 33 વર્ષ છે. 23/11/1990ના રોજ જન્મેલા હર્ષલ પટેલે વર્ષ 2023 સુધી કુલ 92 IPL મેચ રમી છે. હર્ષલ પટેલ IPLમાં કઈ ટીમો તરફથી રમ્યો? તેના જવાબ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ડીડી, દિલ્હી કેપિટલ્સ, આરસીબી, ડીડી, ડીસી.
અત્યાર સુધી હર્ષલ પટેલ IPLમાં 92 મેચ રમી ચૂક્યો છે. તેણે તેની IPL કરિયરમાં 111 વિકેટ લીધી છે. IPL મેચોમાં હર્ષલ પટેલની ઈકોનોમી 8.59 રહી છે, જ્યારે એવરેજ 24.07 રહી છે. હર્ષલ પટેલે તેની આઈપીએલ કારકિર્દીમાં એક જ મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે, હર્ષલ પટેલની શ્રેષ્ઠ બોલિંગ 27 રનમાં 5 વિકેટ છે.
કોણ છે હર્ષલ પટેલ?
હર્ષલ પટેલના પરિવાર વિશે વાત કરીએ તો અર્ચિતા પટેલ ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની હતી. જેથી સ્વાભાવિક છે કે હર્ષલ પટેલ તેની નાની બહેનથી ખૂબ નજીક હતો. તેની બહેનના મૃત્યુના સમાચાર સાંભળતા જ હર્ષલ ઘર તરફ રવાના થયો હતો. 31 વર્ષીય હર્ષલ પટેલ ગુજરાતના સાણંદનો વતની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે