T20 World Cup: જબરદસ્ત ફાઈટ આપ્યા બાદ પણ ભારત હારતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હરમનપ્રીત, જાણો શું કહ્યું? 

ICC Women's T20 World Cup: અત્યંત મહત્વની મેચમાં કેપ્ટન હરમનપ્રીતને તાવ હોવા છતાં મેદાનમાં રમવા માટે ઉતરી હતી. ઓસ્ટ્રેલિયાના હાજા પણ ગગડાવી દીધા. પણ છતાં ભારત લડાયક મિજાજ બતાડવા છતાં હારી ગયું અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. હરમનપ્રીતનાં આંસુડા ફેન્સનું કાળજું ચીરી ગયા. 

T20 World Cup: જબરદસ્ત ફાઈટ આપ્યા બાદ પણ ભારત હારતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હરમનપ્રીત, જાણો શું કહ્યું? 

Harmanpreet Kaur: ભારતીય ટીમ ફરીથી નોકઆઉટ મેચમાં દબાણમાં આવી ગઈ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ભારતીય ટીમને 5 રનથી હરાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ સતત સાતમીવાર આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં જગ્યા બનાવી  લીધી. ભારતની ખરાબ ફિલ્ડિંગ અને કેચ છોડવાથી ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરતા ચાર વિકેટ પર 172 રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો. ભારતે એક સમયે 28 રન પર 3 વિકેટ ગુમાવી હતી. પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચે ચોથી વિકેટ માટે 41 બોલમાં 69 રનની ભાગીદારીના કારણે મેચમાં ભારતે વાપસી કરી હતી. 

કાળા ચશ્મા પહેરીને પ્રેઝન્ટેશનમાં આવી હતી કેપ્ટન
ભારતને અંતિમ 30 બોલમાં 39 રનની જરૂર હતી. જે વધુ મુશ્કેલ નહતું અને તેની 5 વિકેટ પણ બાકી હતી. પરંતુ ગત કહાની ફરી દોહરાવાઈ અને ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ પર 167 રન જ કરી શકી. મેચ બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરનું એક નિવેદન ફેન્સનું હ્રદયભગ્ન કરી ગયું. મેચ બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર પ્રેઝન્ટેશનમાં કાળા ચશ્મા પહેરીને આવી જેની પાછળનું કારણ ભારતીય ફેન્સનું હ્રદય ચીરી ગઈ. હરમનપ્રીત કૌર દિલ તોડનારી હાર બાદ કાળા ચશ્મા પહેરીને પ્રેઝન્ટેશનમાં આવી. 

Different year, different tournament, same old heartbreak!🙂💔#INDWvsAUSW #WcSemiFinals #MSDhoni𓃵 #HarmanpreetKaur 🫡 pic.twitter.com/oGZyX1nXz6

— im_nitin1421 (@DamalaNitin) February 23, 2023

આ હતું કારણ
કાળા ચશ્મા પહેરવાનું કારણ ગણાવતા હરમનપ્રીતે કહ્યું કે હું નહતી ઈચ્છતી કે મારો દેશ મને રોતો જુએ. આ જ કારણે મે ચશ્મા પહેર્યા. તેનાથી વધુ બદકિસ્મત મહેસૂસ નથી કરી શકતી. જેમિમા રોડ્રિગ્સ સાથે બેટિંગ કરીને અમે વાપસી કરી હતી. ત્યારબાદ અમે હારની આશા નહતા કરી રહ્યા. જે રીતે હું રનઆઉટ થઈ તેનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ ન હોઈ શકે. 

મેચ પહેલા હતો તાવ
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાના રન આઉટ થવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. હરમનપ્રીત માટે આ હાર બાદ આંસુઓ રોકવા મુશ્કેલ બની ગયા હતા. આ નોકઆઉટ મેચ પહેલા તેને ખુબ તાવ હતો. પરંતુ આમ છતાં તેણે મેચ રમવાનો નિર્ણય લીધો અને અડધી સદી કરી. પરંતુ તેનું રનઆઉટ થવું એ મેચ પલટવાનું પાસું બની રહ્યું. હરમનપ્રીતે જેમિાને તેના દમદાર પ્રદર્શનનો શ્રેય આપતા કહ્યું કે આ રીતે પ્રયાસ કરવો અને મેચને છેલ્લી ઓવર સુધી લઈ જવાથી અમે ખુશ છીએ. અમે છેલ્લા બોલ સુધી પડકાર આપવા માંગતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news