VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ

IPL 2023, GT vs PBKS: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી IPL મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જ ટીમના ખેલાડી પર રેગિંગ કરતો જોવા મળ્યો હતો.

VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ

Hardik Pandya Video: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી IPL મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જ ટીમના ખેલાડી પર રેગિંગ કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાના અચાનક તેની જ ટીમના ખેલાડી સાથેના વર્તને સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી હતી. ચાહકો ટ્વિટર પર સવાલ ઉઠાવી રહ્યા છે કે હાર્દિક પંડ્યાનું તેના જ ખેલાડી સાથે આ કેવું વર્તન છે.

લાઈવ મેચમાં હાર્દિક પંડ્યા પોતાના જ ખેલાડી પર ભડક્યા હાર્દિક પંડ્યા
જોકે મોહાલીમાં ગુરુવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સની બેટિંગ દરમિયાન, કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઇનિંગની 20મી ઓવરમાં ફાસ્ટ બોલર જોશુઆ લિટલને બોલ સોંપ્યો હતો. આ ઓવરની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમ તેના નિર્ધારિત સમયે ઓવર પૂરી કરી શકી ન હતી. આ દરમિયાન છેલ્લી ઓવરનો બીજો બોલ ફેંકતા પહેલા ડીપ કવરમાં ફિલ્ડિંગ કરી રહેલો મોહિત શર્મા પોતાની સ્થિતિથી થોડો દૂર ઊભો હતો.

— Cricbaaz (@cricbaaz21) April 13, 2023

વીડિયો વાયરલ થતાં જ મચી ગયો હતો ખળભળાટ
ડીપ કવરમાં ફીલ્ડિંગ કરી રહેલા મોહિત શર્માને પોતાની પોજીશનથી થોડા અલગ ઉભેલા જોઇ 29 વર્ષના હાર્દિક પંડ્યા તેમના પર ગુસ્સે થયા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા આક્રમક ટોનમાં 34 વર્ષીય ખેલાડી મોહિત શર્માને ઇશારા કરતાં કંઇક કહેતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ગત ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે શાનદાર બોલીંગ બાદ ઓપનર બેટ્સમેન શુભમન ગિલની 67 રનની અર્ધશતકીય ઇનિંગથી ગુરૂવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં પંજાબ કિંગ્સને છ વિકેટથી હરાવ્યું. પંજાબ કિંગ્સની ટીમ શરૂઆતી ઝટકા અને ગત ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની શાનદાર બોલીંગ સામે ઘરેલૂ મેદાન પર આઠ વિકેટ 153 રન જ બનાવી શકી. ગુજરાત ટાઇટન્સ ગિલની  49 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી રમાયેલી ઈનિંગ્સથી 19.5 ઓવરમાં જીતવામાં સફળ રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news