Hardik Pandya ને લઈને BCCI નારાજ, ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં બહાર કરાશે

BCCI: બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ કે, સ્પષ્ટ રીતે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે બોર્ડની સામે એક રિપોર્ટ સોંપવો પડશે. તેમાં હાર્દિક પંડ્યાનું નામ પણ હોઈ શકે છે. 
 

Hardik Pandya ને લઈને BCCI નારાજ, ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં બહાર કરાશે

નવી દિલ્હીઃ Hardik Pandya Set to be Dropped: ટી20 વિશ્વકપ-2021(T20 World Cup) માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયાની સફર સેમીફાઇનલ પહેલા સમાપ્ત થઈ ગઈ છે. વિશ્વકપમાં ફ્લોપ શો બાદ ભારતીય ટીમે હવે ન્યૂઝીલેન્ડ સામે ઘરેલૂ સિરીઝ રમવાની છે, જેના માટે ટીમની જાહેરાત એક-બે દિવસમાં થઈ શકે છે. ટી20 વિશ્વકપમાં સામાન્ય પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની બહાર કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ ટીમ મેનેજમેન્ટને સવાલ પૂછી શકે છે કે અનફિટ ખેલાડીઓને મેદાન પર કેમ ઉતારવામાં આવ્યા. આઈપીએલ-2021 બાદ તેને કેમ એનસીએ મોકલવામાં આવ્યા નહીં. 

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ કે, સ્પષ્ટ છે કે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે બોર્ડની સામે એક રિપોર્ટ સોંપવો પડશે. તેમાં હાર્દિક પંડ્યાનું નામ પણ હોઈ શકે છે. ટીમ ઈન્ડિયા અને પસંદગી સમિતિને ખ્યાલ હતો કે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે, છતાં તેને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામેની મેચમાં ઉતારવામાં આવ્યો. હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામે મેચમાં બોલિંગ કરી શક્યો નહીં. 

ખુશ નથી બીસીસીઆઈ
રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ આ એપિસોડથી ખુશ નથી. બોર્ડ પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટને રિપોર્ટ સમન કરી શકે છે. હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી સિરીઝમાં બહાર કરવામાં આવી શકે છે. તેને રિકવર થવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી મોકલવામાં આવી શકે છે. બીસીસીઆઈ માત્ર હાર્દિકના મામલામાં ગંભીર નથી, પરંતુ સ્પિનર વરૂણ ચક્રવર્તી પર પણ સવાલ કરવામાં આવી શકે છે. વરૂણ ફિટનેસને લઈને સંઘર્ષ કરતો રહ્યો છે. તેને લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પર મહત્વ આપવામાં આવ્યું હતું. 

અધિકારીએ કહ્યુ કે, હાર્દિકે રિકવર થવા માટે એનસીએની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેવાનું યોગ્ય સમજ્યું. તેથી બીસીસીઆઈ ખુશ નથી, પરંતુ હવે પંડ્યા લાંબા બ્રેક પર જઈ શકે છે અને તેને એનસીએ મોકલવામાં આવી શકે છે. 

ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં આ હોઈ શકે છે ભારતીય ટીમઃ રુતુરાજ ગાયકવાડ, રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વેંકટેશ અય્યર, સૂર્યકુમાર યાદવ, હર્ષલ પટેલ, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, ચેતન સાકરિયા, શ્રેયસ અય્યર, રાહુલ ચાહર, ટી નટરાજન, મયંક અગ્રવાલ અને મનીષ પાંડે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news