ટીમ ઈન્ડિયાને જબરદસ્ત મોટો ઝટકો, જેનાથી વિરોધીઓ ફફડતા હતા તે સ્ટાર ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળી એન્ટ્રી

World Cup 2023: ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે. ઈજાના કારણે આ સ્ટાર ઓલરાઉન્ડર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 

ટીમ ઈન્ડિયાને જબરદસ્ત મોટો ઝટકો, જેનાથી વિરોધીઓ ફફડતા હતા તે સ્ટાર ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળી એન્ટ્રી

ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ ક પ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે. ઈજાના કારણે હાર્દિક પંડ્યા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ હવે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાથી હજુ પણ હાર્દિક પંડ્યા બહાર આવી શક્યો નથી. આખરે તેણે હવે વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું. 

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા હજુ પણ વર્લ્ડ કપમાં સૌથી મજબૂત ટીમ તરીકે જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ 7 મેચ જીતી છે. કોઈ પણ ટીમ હજુ સુધી ટીમ ઈન્ડિયાને માત આપી શકી નથી. ટીમ ઈન્ડિયાની મજબૂતીમાં એક કારણ હાર્દિક પંડ્યા પણ છે. મિડલ ઓર્ડરમાં રમનારા સ્ટાર ઓલરાઉન્ડર પંડ્યા ટીમને પરફેક્ટ બેલેન્સ આપે છે. આ ઉપરાંત પંડ્યા બોલિંગથી પણ વિકેટ લઈને ટીમને સપોર્ટ કરે છે.  બોલિંગ અને બેટિંગ બંનેમાં પંડ્યા કમાલ કરી દેખાડે છે. પંડ્યા એક મેચ વિનર ખેલાડી છે. પણ હવે તે વર્લ્ડ  કપમાંથી બહાર થઈ ચૂક્યો છે જે ભારત માટે મોટો ફટકો છે. 

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અજય જોવા મળી છે. સાતમાંથી સાત મેચ જીતીને સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયાએ 5 નવેમ્બરના રોજ બીજી મજબૂત ટીમ સાઉથ આફ્રિકા સામે મેચ રમવાની છે. ત્યારબાદ 12 નવેમ્બરના રોજ નેધરલેન્ડ્સ સામે મેચ છે. પછી સેમી  ફાઈનલ (15 કે 16 નવેમ્બર) છે. ત્યારબાદ 19 નવેમ્બર વર્લ્ડ  કપની  ફાઈનલ રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news