પીઠમાં ઈજાને કારણે લાંબા સમય સુધી બહાર રહી શકે છે હાર્દિક પંડ્યા

ચર્ચા છે કે હાર્દિકે પીઠની સર્જરી કરાવવી પડી શકે છે જેથી તે લગભગ પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહેશે. તે ટૂંક સમયમાં લંડન રવાના થશે અને ત્યાં તે ડોક્ટર સાથે ચર્ચા કરશે જેણે પ્રથમવાર તે ઈજાગ્રસ્ત થયો ત્યારે સારવાર કરી હતી. 
 

પીઠમાં ઈજાને કારણે લાંબા સમય સુધી બહાર રહી શકે છે હાર્દિક પંડ્યા

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ સિવાય લાંબા સમય સુધી ટીમથી બહાર રહી શકે છે. પંડ્યાને પીઠના નિચલા ભાગમાં એકવાર ફરી દુખાવો શરૂ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે પંડ્યાએ સર્જરી કરાવવી પડી શકે છે અને તે પાંચ-છ મહિના ક્રિકેટથી દૂર રહી શકે છે. બીસીસીઆઈના સૂત્રો અનુસાર, ઈજાની સમીક્ષા માટે હાર્દિક ટૂંક સમયમાં ડોક્ટરોને મળવા ઈંગ્લેન્ડ જશે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં દુબઈમાં રમાયેલા એશિયા કપ દરમિયાન તેણે પ્રથમવાર પીઠના નિચલા ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી ઈજાને કારણે બહાર થનાર પંડ્યા ટીમનો બીજો ખેલાડી છે. તેની પહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ સ્ટ્રેસ ફ્રેક્ચર (પીઠના નિચેના ભાગમાં દુખાવો)ને કારણે ટીમથી બહાર થયો હતો. બીસીસીઆઈના એક સૂત્રએ ગોપનીયતાની  શરત પર જણાવ્યું, 'હાર્દિક ઈંગ્લેન્ડ જવાનો છે. હાર્દિક તે ડોક્ટર સાથે ચર્ચા કરશે જેણે પ્રથમવાર તે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે સારવાર કરી હતી. તે બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝમાં રમશે નહીં પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે કેટલા સમય સુધી ટીમથી બહાર રહેશે. તે વિશે ઈંગ્લેન્ડથી પરત આવ્યા બાદ જાણકારી મળશે.'

તેવી પણ ચર્ચા છે કે હાર્દિકે પીઠની સર્જરી કરાવવી પડી શકે છે, જેથી તે લગભગ પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહેશે. સૂત્રએ કહ્યું, 'સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી તેને બહાર તે માટે રાખવામાં આવ્યો કે તે ટીમ સંયોજનમાં ફિટ બેસતો નહતો પરંતુ તે વિજય હજારો ટ્રોફીમાં બરોડાની ટીમમાં પણ નથી, જેની આગેવાની ક્રુણાલ પંડ્યા કરી રહ્યો છે. દરેક તે પ્રાર્થના કરી રહ્યાં છે કે તેને સર્જરીની જરૂર ન પડે. સર્જરી થઈ તો તે 2020 આઈપીએલ પહેલા વાપસી કરી શકશે નહીં.'

25 વર્ષીય ઓલરાઉન્ડર પંડ્યાએ 11 ટેસ્ટમાં 17 વિકેટ લેવાની સાથે 532 રન બનાવ્યા છે. તેણે 54 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં 937 રન બનાવ્યા છે અને 54 વિકેટ ઝડપી છે. ટી20 આંતરરાષ્ટ્રીયના 40 મુકાબલામાં તેના નામે 310 રન અને 38 વિકેટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news