ભારતના સૌથી સફળ કેપ્ટનને કેમ હતી બેટિંગ પહેલાં બેટ ચાવવાની આદત? જાણીને ચોંકી જશો
Happy Birthday MS Dhoni: આજે ભારતીય ક્રિકેટના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન ધોનીનો જન્મ દિવસ. ધોનીએ ભલે ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો હોય પણ આજે પણ તેનું ફેન ફોલોઈંગ ગજબનું છે. ત્યારે જન્મ દિવસ પણ જાણો ધોની વિશે એ વાત જે કોઈ નથી જાણતું...
Trending Photos
Dhoni Eating His Bat: ન માત્ર ઈન્ડિયન ક્રિકેટ પણ વર્લ્ડ ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાનું એક આગવું મુકામ ઉભું કર્યું છે. 50 ઓવરનો વર્લ્ડ કપ હોય, ટી-20 વર્લ્ડ કપ હોય, ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે પછી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ હોય ધોનીના કેબિનેટમાં બધા જ કપ સુરક્ષિત પડ્યા છે. આ એક એવો મહાન ખેલાડી અને કપ્તાન છે જેણે રમત પ્રત્યેની પોતાની અદભુત સુજબુજ અને પોતાની સ્પેશિયલ એબિલિટિના કારણે ક્રિકેટની દુનિયામાં આગવું સ્થાન હાંસલ કર્યું અને ભારતને અનેક જીત અપાવી. આજે ભારતના આ લાડલા ખેલાડ઼ીનો જન્મ દિવસ છે. આઈપીએલમાં પણ આ ખેલાડી જે પણ ગ્રાઉન્ડમાં ગયો તેના સેકડો ચાહકો ત્યાં તેનો ફોલો કરતા જોવા મળ્યાં. ત્યારે આજે ધોનીના જન્મ દિવસ પણ જાણીએ ધોની વિશે કેટલી અજાણી વાતો...ખાસ કરીને ધોની ચાવતો હતો લાકડું...
ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સર્વેસર્વા એવા મહેન્દ્રસિંહ ધોની અનેક અવસરે કેમેરા સામે પોતાનું બેટ ચાવતા જોવા મળ્યા છે. ધોની આવું કેમ કરે છે તેની પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો. આવું કરવા પાછળ પણ કંઈક ખાસ કારણ છે. ટીમ ઈન્ડિયા હોય કે આઈપીએલ ધોની હંમેશા ટીમ માટે ફિનિશર્સ જ રહ્યાં છે. મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તો નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ આઈપીએલમાં તેઓ હજુ પણ રમતા જોવા મળ્યા હતા. ચાહકો માટે તેમણે લાસ્ટ ટુર્નામેન્ટ રમવાનો વાયદો પણ પુરો કર્યો હતો. આઈપીએલ 2023માં પણ ધોનીનું બેટ આગ ઓકી રહ્યું હતું. આ સીઝનમાં પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફિનિશર્સનું કામ કરતા જોવા મળ્યા હતાં. ત્યારે આ તમામની વચ્ચે એક વાત ઉડીને આંખે વળગે એવી હતી, એ વાત હતી ધોનીનું એક વર્તન. જેમાં ધોની બેટિંગમાં જતાં પહેલાં હંમેશા પોતાનું બેટ દાંતથી ચાવતા જોવા મળ્યાં હતાં. આ રીતે ધોનીને તમે અનેકવાર પોતાનું બેટ ચાવતા જોયા હશે. બેટ ચાવતા હોય તેવા ફોટા પણ વાયરલ થયા છે. પરંતુ તેઓ આવું કેમ કરે છે તેનું કારણ જાણીને દંગ રહી જશો.
બેટિંગ પહેલાં ધોની કેમ ચાવે છે પોતાનું બેટ?
એમ એસ ધોની અનેક અવસરે પોતાનું બેટ ચાવતા જોવા મળ્યા છે. ધોની બેટિંગ પહેલા આવું કેમ કરે છે તે વાતનો ખુલાસો એકવાર ભારતીય દિગ્ગજ સ્પીનર અમિત મિશ્રાએ કર્યો હતો. અમિત મિશ્રાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એમએસ ધોની પોતાના બેટને સાફ રાખવા માટે આવું કરે છે. તેઓ બેટ પરથી ટેપ હટાવવા માટે આમ કરે છે. કારણ કે તેમને તેમનું બેટ સાફ હોય તેવું પસંદ છે. તમે ધોનીના બેટથી એક પણ ટેપ કે દોરો નીકળતો જોયો નહીં હોય.
4 વાર ચેન્નાઈની ટીમને ચેમ્પિયન બનાવી-
આઈપીએલમાં એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. 2008થી ધોની ટીમનું નેતૃત્વ કરે છે. ત્યારથી લઈને અત્યાર સુધી ચેન્નાઈની ટીમની કમાન તેમના હાથમાં રહી છે. જો કે ગત વર્ષે રવિન્દ્ર જાડેજાને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી જે ચેન્નાઈને ભારે પડી હતી. આવામાં સીઝનની અધવચ્ચે એકવાર ફરીથી ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યા. ચેન્નાઈની ટીમ 2010, 2011, 2018 અને 2021 માં ચેમ્પિયન બનાવવામાં સફળ રહી.
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન-
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલવિદા કર્યું હતું. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને આઈસીસીના 3 ટાઈટલ જીતાડ્યા અને આવું કરનારા તેઓ એકમાત્ર કેપ્ટન છે. ધોનીએ વર્ષ 2004માં 23 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ધોનીને સપ્ટેમ્બર 2007માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી. તેમણે ભારતને પોતાની કેપ્ટનશીપ હેઠળ ટી20 વર્લ્ડ કપ 2007, વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 ખિતાબ જીતાડ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે