કાંડામાં ફ્રેક્ચર છતાં બેટિંગ કરવા ઉતર્યો હનુમા વિહારી, એક હાથે લગાવ્યા શોટ્સ, લોકો કરી રહ્યાં છે પ્રશંસા
આંધ્રપ્રદેશના કેપ્ટન હનુમા વિહારીએ રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં એમપી વિરુદ્ધ કંઈક એવું કર્યું કે લોકો તેના જુસ્સાને સલામ કરી રહ્યાં છે. વિહારી ફ્રેક્ચર સાથે મેદાનમાં ઉતર્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2022-2023 નો બીજો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે આંધ્ર પ્રદેશના કેપ્ટન હનુમા વિહારીએ પોતાના જુસ્સાથી બધાનું દિલ જીતી લીધું. કાંડામાં ફ્રેક્ચર છતાં હનુમા વિહારી બેટિંગ માટે આવ્યો હતો. જમણા હાથના બેટર વિહારીએ આ મેચમાં ડાબા હાથથી બેટિંગ કરી અને 57 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. આંધ્ર પ્રદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 379 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી રિકી ભુઈ અને કરણ શિંદેએ સદી ફટકારી હતી.
રિકીએ 149 અને કરણે 110 રન બનાવ્યા હતા. આ બંને સિવાય કોઈ અન્ય બેટર મોટી ઈનિંગ રમી શક્યો નહીં. મેચના પ્રથમ દિવસે મધ્ય પ્રદેશના ફાસ્ટ બોલર આવેશ ખાનના બાઉન્સર પર વિહારીને કાંડામાં ઈજા થઈ હતી. તે 37 બોલ પર 16 રન બનાવી રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. વિહારીને કાંડામાં ફ્રેક્ચર થયું છે અને તે આશરે પાંચ-સાત સપ્તાહ મેદાનથી દૂર રહી શકે છે. આ ઈજા છતાં ટીમને જરૂર પડવા પર વિહારી બેટિંગ માટે ઉતર્યો હતો. 9મી વિકેટ પડ્યા બાદ વિહારી ફરી બેટિંગ માટે આવ્યો હતો. આંધ્ર પ્રદેશે 353 રન પર નવમી વિકેટ ગુમાવી હતી.
Hanuma Vihari from SCG just made another appearance. He was down once again, but never out.
Brave and Beautiful. ❤️pic.twitter.com/2oeqkpgHMG
— North Stand Gang - Wankhede (@NorthStandGang) February 1, 2023
વિહારીએ ત્યારબાદ એ લલિત મોહનની સાથે મળીને સ્કોર 379 રન સુધી પહોંચાડ્યો હતો. સારાંશ જૈનના બોલ પર વિહારી 27 રન બનાવી એલબી આઉટ થયો હતો. વિહારીનો જુસ્સો જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે. ઈજા હોવાને કારણે વિહારીએ એક હાથે બેટિંગ કરી કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ટેસ્ટ સિરીઝ માટે વિહારીને સામેલ કરવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે