જો ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળ્યું હોત તો હું વધુ એક વિશ્વકપ રમી શક્યો હોતઃ યુવરાજ

પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે (yuvraj singh) દાવો કર્યો કે, આંતરરાષ્ટ્રીય કરિયરના છેલ્લા તબક્કામાં ટીમ મેનેજમેન્ટે તેને નિરાશ કર્યો હતો. તેણે કહ્યું, જો તેને સંપૂર્ણ સમર્થન મળ્યું તો તે 2011મા શાનદાર પ્રદર્શન બાદ વધુ એક વિશ્વકપ રમી શકતો હતો. 
 

 જો ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળ્યું હોત તો હું વધુ એક વિશ્વકપ રમી શક્યો હોતઃ યુવરાજ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે દાવો કર્યો કે, આંતરરાષ્ટ્રીય કરિયરના છેલ્લા તબક્કામાં ટીમ મેનેજમેન્ટે તેને નિરાશ કર્યો હતો. તેણે કહ્યું, જો તેને સંપૂર્ણ સમર્થન મળ્યું તો તે 2011મા શાનદાર પ્રદર્શન બાદ વધુ એક વિશ્વકપ રમી શકતો હતો. યુવરાજે એક ચેનલને કહ્યું, 'મને દુખ થાય છે કે 2011 બાદ હું વધુ એક વિશ્વકપ ન રમી શક્યો. ટીમ મેનેજમેન્ટ અને તેની સાથે જોડાયેલા લોકોનો મને માંડ કોઈ સહયોગ મળ્યો. જો આ પ્રકારનું સમર્થન મને મળ્યું હોત તો લગભગ હું વધુ એક વિશ્વકપ રમી શક્યો હોત.'

તેણે કહ્યું, 'પરંતુ જે પણ ક્રિકેટ હું રમ્યો, મારી તાકાત પર રમ્યો. મારૂ કોઈ 'ગોડફાધર' નહતું. યુવરાજે કહ્યું કે, ફિટનેસ માટે જરૂરી 'યો-યો ટેસ્ટ' પાસ કર્યાં છતાં તેની અનદેખી કરવામાં આવી. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે તેની સાથે પીછો છોડાવવાની રીત શોધવા કરતા તેના કરિયરના સંબંધમાં સ્પષ્ટ વાત કરવાની જરૂર હતી. યુવીએ કહ્યું, મેં ક્યારેય વિચાર્યું નહતું કે મને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઠથી નવ મેચમાંથી બે મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા બાદ મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. હું ઈજાગ્રસ્ત થયો અને મને શ્રીલંકાની સિરીઝ માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું હતું.'

લોકોને લાગ્યું આ ઉંમરમાં હું યો-યો ટેસ્ટ પાસ નહીં કરી શકુ
તેણે કહ્યું, 'અચાનક મારે પરત ફરવુ પડ્યું અને 36 વર્ષની ઉંમરમાં 'યો-યો ટેસ્ટ'ની તૈયારી કરવી પડી. ત્યાં સુધી કે યો-યો ટેસ્ટ પાસ કર્યાં છતાં મને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું કહેવામાં આવ્યું. તેને લાગ્યું કે હું આ ઉંમરમાં આ ટેસ્ટ પાસ કરી શકીશ નહીં. તેનાથી મને બહાર કરવામાં સરળતા થઈ હોત.' યુવરાજે કહ્યું, 'મને લાગે છે કે તે દુર્ભાગ્યપૂર્ણ હતું, કારણ કે જે ખેલાડી 15-16 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હોય, તમારે બેસીને સીધી વાત કરવી જોઈએ. કોઈએ મને કંઇ ન કહ્યું.'

તેમ છતાં યુવરાજે કહ્યું કે, તેને રમતથી નિવૃતી લેવાના સમયને લઈને કોઈ પસતાવો નથી. તેણે કહ્યું, 'મારા મજગમાં ઘણી વસ્તુ ચાલી રહી હતી. વિશ્વ કપ શરૂ થઈ ગયો હતો અને ટીમ આગળ વધી રહી હતી. હું ભારતની બહાર ક્રિકેટ રમવા ઈચ્છતો હતો. જિંદગી આગળ વધી રહી નહતી, તે તણાવપૂર્ણ હતું.' યુવરાજે કહ્યું, 'હું નિવૃતીને લઈને અસમંજસમાં હતો. મારા થોડા વર્ષ પહેલા લગ્ન થયા હતા, તેથી હું ઘર પર ધ્યાન આપવા ઈચ્છતો હતો. મારા માટે કરિયરનું સમાપન થોડો ભાર બની રહ્યું હતું.'

તેણે કહ્યું, 'જો મારે ભારતની બહાર કોઈ લીગ રમવી છે તો મારે નિવૃતી લેવી પડશે તો મેં વિચાર્યું કે આ યોગ્ય સમય હશે. દરેક વસ્તુ યોગ્ય દિશામાં આગળ વધતી નહતી. તેથી મેં વિચાર્યું કે, યુવાઓ માટે ટીમને આગળ વધારવાનો આ યોગ્ય સમય છે અને મારે નિવૃતી લેવી પડશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news