આ કારણે ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો 'બ્રેક', જલદીથી વાપસીની આશા

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) ક્રિકેટથી થોડો સમય દૂર રહેવાના છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે મેક્સવેલને માનસિક સ્વાસ્થ્ય સંબંધી પરેશાની છે જેથી તે ક્રિકેટમાંથી બ્રેક લઇ રહ્યા છે. 31 વર્ષના મૈક્સવેલે તાજેતરમાં જ ટી20 ક્રિકેટમાં શાનદાર બેટીંગ કરી છે.

આ કારણે ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો 'બ્રેક', જલદીથી વાપસીની આશા

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) ક્રિકેટથી થોડો સમય દૂર રહેવાના છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે મેક્સવેલને માનસિક સ્વાસ્થ્ય સંબંધી પરેશાની છે જેથી તે ક્રિકેટમાંથી બ્રેક લઇ રહ્યા છે. 31 વર્ષના મૈક્સવેલે તાજેતરમાં જ ટી20 ક્રિકેટમાં શાનદાર બેટીંગ કરી છે.

મૈક્સવેલે શ્રીલંકા વિરૂદ્ધ તાજેતરમાં જ બીજી ટી20માં ધમાકેદાર 62 રનની ઇનિંગ રમી હતી જ્યારે ત્રીજી અને ટી20 મેચમાં તેમને બેટીંગ કરવાની તક મળી હતી. જ્યારે પ્રથમ ટી20 મુકાબલામાં તે પ્લેંઇગ ઇલેવનમાં સામેલ ન હતા. મૈક્સવેલનો ભારત વિરૂદ્ધ શાનદાર રેકોર્ડ રહ્યો છે અને તે આઇપીએલમાં પોતાની બેટીંગ વડે જાણિતા બન્યા છે.

— Cricketopia (@CricketopiaCom) October 31, 2019

ઓસ્ટ્રેલિયાઇ ટીમના મનોવૈજ્ઞાનિક માઇકલ લાયડે કહ્યું કે 'ગ્લેન મૈક્સવેલ પોતાના માનસિક સ્વાસ્થને લઇને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેના લીધે હવે તે રમથી થોડો સમય દૂર રહેશે. ગ્લેન આ મામલે ઓળખમાં ખૂબ સચેત રહે અને તેમને સપોર્ટ સ્ટાફને પણ ખૂબ સહયોગ આપ્યો. 

હાલ મૈક્સવેલ તત્કાલિક પ્રભાવથી ટી20 ટીમમાંથી દૂર કરવામાં આવ્યા છે હવે તેમની જગ્યાએ ટીમમાં ડી આર્સી શોર્ટને સામેલ કરવામાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમના કાર્યકારી મેનેજર બેન ઓલિવરે કહ્યું કે અમારા માટે ખેલાડીઓ અને સ્ટાફનું સ્વાસ્થ્ય પ્રાથમિકતા છે, ગ્લેનને અમારું સમર્થન છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ગ્લેનના સ્વાસ્થ્ય માટે ક્રિકેટ વિક્ટોરિયા સાથે મળીને કામ કરશે જેથી તેમની ટીમમાં વાપસી કરી શકે છે.

ઓલિવરે કહ્યું કે અમે બધાને રિકવેસ્ટ કરીએ છીએ કે તમે ગ્લેન, તેમના પરિવાર અને તેમના મિત્રોને સ્થાન અને સમય આપો. આ દરમિયાન પ્રાઇવેસીનું સન્માન કરો. તે ખૂબ સારા ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ પરિવારનો મહત્વપૂર્ણ ભાગ છે. અમને આશા છે કે તે આ ગરમીમાં વાપસી કરવામાં સફળ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news