IPL auction 2021: મેક્સવેલ આ વખતે વિરાટ કોહલી સાથે ધૂમ મચાવશે, મળી મોટી રકમ

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

IPL auction 2021: મેક્સવેલ આ વખતે વિરાટ કોહલી સાથે ધૂમ મચાવશે, મળી મોટી રકમ

ચેન્નઈઃ ચેન્નઈમાં આઈપીએલની હરાજી (IPL Auction 2021) શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડ ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ને લોટરી લાગી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મેક્સવેલને અધધ 14.25 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મેક્સવેલની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. તેને ખરીદવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી. આખરે વિરાટ કોહલીની ટીમે બાજી મારી છે. 

મેક્સવેલને પંજાબે કર્યો હતો રિલીઝ
કિંગ્સ ઇલેવન પંજાબે ગ્લેન મેક્સવેલને રિલીઝ કર્યો હતો. મેક્સવેલને પંજાબે 2020ની સીઝનમાં 10.50 કરોડ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તો આ વખતે મેક્સવેલને તેના કરતા પણ વધુ રૂપિયા મળ્યા છે. તે હવે વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સની સાથે જોવા મળશે. 

— IndianPremierLeague (@IPL) February 18, 2021

સ્મિથ આ વખતે દિલ્હી કેપિટલ્સમાં
સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સ્મિથની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી. જેને દિલ્હીએ 2.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મહત્વનું છે કે સ્મીથ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો પણ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. સ્મિથને આ વખતે મોટુ નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સ તેને 12.50 કરોડ આપતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news