14 એપ્રિલ સુધી ફેક્ટરી-ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને ટર્મિનેટ નહિ કરી શકાય : અશ્વિનીકુમાર

કોરોના વાયરસ (Corona virus) અંગેના ગુજરાતના લેટેસ્ટ અપડેટ અંગે CMOના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની માહિતી આપી કે, રાજ્યમાં આવેલી ફેક્ટરી તથા ઇન્ડસ્ટ્રીઝના એકમોના  કર્મચારીઓ 14મી એપ્રિલ સુધી કોઈને પણ ટર્મિનેટ કે પગાર આપવાની વાત નહિ આવે. ઘરે કામ કરતા લોકો માટે પણ આ કાયદો લાગુ પડશે. કોઈ પણ કંપની ફેક્ટરીના માલિક આ નિયમનો ભંગ કરશે તો કરો કલમ 51 હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.
14 એપ્રિલ સુધી ફેક્ટરી-ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને ટર્મિનેટ નહિ કરી શકાય : અશ્વિનીકુમાર

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસ (Corona virus) અંગેના ગુજરાતના લેટેસ્ટ અપડેટ અંગે CMOના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની માહિતી આપી કે, રાજ્યમાં આવેલી ફેક્ટરી તથા ઇન્ડસ્ટ્રીઝના એકમોના  કર્મચારીઓ 14મી એપ્રિલ સુધી કોઈને પણ ટર્મિનેટ કે પગાર આપવાની વાત નહિ આવે. ઘરે કામ કરતા લોકો માટે પણ આ કાયદો લાગુ પડશે. કોઈ પણ કંપની ફેક્ટરીના માલિક આ નિયમનો ભંગ કરશે તો કરો કલમ 51 હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

વડોદરામાં કોરોનાના મૃતક દર્દીની એવી અંતિમક્રિયા કરી કે અન્ય લોકોને પણ ચેપ લાગે 

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસમાં લીધેલા પગલાઓ અંગે તેઓને માહિતગાર કર્યા છે. અમદાવાદ, સુરત ખાતે વડોદરા અને રાજકોટ ખાતેની હોસ્પિટલમાં ચાલી રહેલ સારવાર અંગેની વિગતો આપી હતી. તમામ જિલ્લાઓની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરાઈ છે. 

રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની ઘરવાપસી, તબીબોની સારવાર થઈ સફળ

મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ખાનગી ડેરીનો વિસ્તાર બંધ હોય તેવા સંજોગોમાં પશુપાલકે સહકારી મંડળીઓમાં પણ દૂધ  ભરાવી શકે છે. સભાસદ ન હોય તેમ છતા તેઓ દૂધ જમાવી કરાવી શકશે. આ ઉપરાંત વૃદ્ધો વિધવા બહેનો સહિતની એડવાન્સમાં પેન્શન આપવાની હતી. તેઓના ખાતામાં 21 કરોડ જેટલી રકમ જમા કરાવી દેવામાં આવી છે.

સુરતમાં ડી-માર્ટના કર્મચારીને કોરોના નીકળતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો  

મફત અનાજ વિતરણ વિશે તેઓએ કહ્યું કે, 66 લાખ કુટુંબો અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત અને અનાજ આપવાનો પડકાર હતો. પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. દોઢ દિવસમાં 15 લાખથી વધુ લોકોને અનાજનો પુરવઠો આપવામાં આવ્યો છે. 4 એપ્રિલથી રાજ્ય બહારના શ્રમિકો, મહેનત મજૂરી કરતા લોકો લોકોને અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવશે. રેશનકાર્ડ ના હોય તેઓને પણ જરૂરી અને પૂરવઠો પૂરો પાડવામાં આવશે. આ ઉપરાંત રાશનની દુકાનોમાં સડેલુ અનાજ ન અપાય તે પ્રકારની સુચના આપવામાં આવી છે. ગુણવત્તા વગરનું ન અપાય તેવી સુચના આપવા આવી છે. આમ છતાં જો ખરાબ અનાજ આપવામાં આવશે તો દુકાનદાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. અનાજ આપવાની ઘટનાને પણ ગંભીરતાથી લેવામાં આવશે. આ પ્રકારની કોઇ કામગીરી થતી હશે તો તેઓ સામે પણ એવા માલિકો સામે પણ પગલાં ભરાશે. શાકભાજી અને ફળફળાદી નો જથ્થો પૂરતા પ્રમાણે આવક આજે પણ રાજ્યમાં થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news