Kylian Mbappe: ફ્રેન્ચ સ્ટાર એમ્બાપ્પેએ સાઉદીમાં રમવાની પાડી ના, 2725 કરોડ રૂપિયાને મારી ઠોકર

Kylian Mbappe Transfer Update: સ્ટાર યુવા ફુટબોલર એમ્બાપ્પે નવી ક્લબ શોધી રહ્યો છે. પેરિસ સેન્ટ જર્મન સાથે તેનો કરાર આગામી વર્ષે ખતમ થશે, પરંતુ ક્લબે તેને નવી ટીમ શોધવાનો આદેશ આપી દીધો છે. ક્લબે તેને વેચવાનો નિર્ણય કર્યો છે. હવે તે ટ્રાન્સફર માર્કેટમાં ઉપલબ્ધ છે. 

Kylian Mbappe: ફ્રેન્ચ સ્ટાર એમ્બાપ્પેએ સાઉદીમાં રમવાની પાડી ના, 2725 કરોડ રૂપિયાને મારી ઠોકર

નવી દિલ્હીઃ ફ્રાન્સના સ્ટાર ફુટબોલર કિલિયન એમ્બાપ્પેએ સાઉદી અરબની ક્લબ અલ હિલાલ માટે રમવાની ઓફર ઠુકરાવી દીધી છે. પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) માટે ક્લબ ફુટબોલ રમનાર એમ્બાપ્પેએ અલ હિલાલના પ્રતિનિધિઓને મળવાની ના પાડી દીધી છે. તેનાથી સાઉદી ક્લબની મહત્વાકાંક્ષાઓને ઝટકો લાગ્યો છે. અલ હિલાલે એમ્બાપ્પેની સામે રેકોર્ડ 300 મિલિયન યુરો (આશરે 2725 કરોડ રૂપિયા) ની ઓફર રાખી હતી. 

ફ્રાન્સના અખબાર એલ ઇક્વિપના રિપોર્ટ અનુસાર, ફ્રાન્સ સ્ટારે આ બુધવારે પેરિસમાં હાજર અલ-હિલાલ ક્લબના પ્રતિનિધિઓ સાથે કોઈ પ્રકારની ચર્ચાનો ઇનકાર કરી દીધો છે. જેનિટ સેન્ટ પીટર્સબર્ગથી બ્રાઝિલિયન ખેલાડી મેલ્કોમના ટ્રાન્સફરને અંતિમ રૂપ આપવા માટે સાઉદી ક્લબનું એક પ્રતિનિધિમંડળ પેરિસ આવ્યું હતું. પ્રતિનિધિમંડળ ફ્રાન્સની રાજધાનીમાં રહેતા એમ્બાપ્પેની સામે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરવા ઈચ્છતું હતું. 

એમ્બાપ્પેએ સાઉદી જવાનો વિચાર નથી કર્યો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 24 વર્ષીય ખેલાડીના એજન્ટે સાઉદી ક્લબના પ્રતિનિધિઓ સાથે કોઈ પ્રકારની ચર્ચાનો ઇનકાર કરી દીધો છે. ફ્રાન્સના કેપ્ટન એમ્બાપ્પેએ ક્યારેય સાઉદી અરબ જવાના વિકલ્પ પર વિચાર કર્યો નથી. રિયાદ સ્થિત અલ હિલાલને પીએસજી દ્વારા એમ્બાપ્પેની સાથે વાતચીત શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પીએસજીને ખ્યાલ હતો કે એમ્બાપ્પે ક્યારેય સાઉદીની લીગમાં રમવા ઈચ્છતો નથી. 

શું એમ્બાપ્પે અને પીએસજી વચ્ચે વિવાદ?
એમ્બાપ્પેએ પાછલા મહિને કહ્યું હતું કે તે જૂન 2024 બાદ પીએસજી સાથે પોતાનો કરાર આગળ વધારવા ઈચ્છતો નથી. તેના નિવેદનથી ક્લબને આશ્ચર્ય થયું હતું. એમ્બાપ્પે S 2022 માં PSG સાથે નવો કરાર કર્યો હતો. ત્યારબાદ તેણે 2025 સુધી ટીમ સાથે રહેવાનું વચન આપ્યું હતું. એમ્બાપ્પે  અને PSG વચ્ચેના કરાર અનુસાર એમ્બાપ્પે  2024 સુધી ક્લબનો ખેલાડી રહેશે. જૂન 2024 પછી તે પોતાનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે લંબાવી શકે છે. હવે એમ્બાપ્પે ક્લબને એક વર્ષ અગાઉ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે તે જૂન 2024 પછી કરાર લંબાવશે નહીં.

એમ્બાપ્પે નવી ક્લબ શોધી રહ્યો છે. પેરિસ સેન્ટ જર્મન સાથે તેનો કરાર આગામી વર્ષે સમાપ્ત થશે, પરંતુ ક્લબે તેને નવી ટીમ શોધવાનો આદેશ આપી દીધો છે. ક્લબે તેને વેચવાનો નિર્ણય કર્યો છે. હવે તે ટ્રાન્સફર માર્કેટમાં ઉપલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news