ઘરેલુ ક્રિકેટના બાદશાહ કહેવાતા આ ઈન્ડિયન ક્રિકેટરે જાહેર કરી પોતાની રિટાયરમેન્ટ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વસીમ ઝાફરે (Wasim Jaffer) શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 42 વર્ષીય જાફરે 31 ટેસ્ટ મેચમાં 34.11ના અંદાજથી કુલ 1944 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 11 અર્ધસદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 212 રન રહ્યો છે. આ રીતે 2 દાયકાથી સતત રમી રહેલ જાફરના શાનદાર કરિયરનો અંત થઈ ગયો છે.

ઘરેલુ ક્રિકેટના બાદશાહ કહેવાતા આ ઈન્ડિયન ક્રિકેટરે જાહેર કરી પોતાની રિટાયરમેન્ટ

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વસીમ ઝાફરે (Wasim Jaffer) શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 42 વર્ષીય જાફરે 31 ટેસ્ટ મેચમાં 34.11ના અંદાજથી કુલ 1944 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 11 અર્ધસદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 212 રન રહ્યો છે. આ રીતે 2 દાયકાથી સતત રમી રહેલ જાફરના શાનદાર કરિયરનો અંત થઈ ગયો છે.

સુરતી કાકાના પિટારામાંથી ખૂલ્યો શાહજહાનો ભૂતકાળ 

તમામનો આભાર
જાફરે પોતાના પોતાના નિવેદનમાં કહ્યં કે, સૌથી પહેલા તો હું અલ્લાહનો આભાર કરીશ કે તેણે મને આ શાનદાર રમત રમવા માટે પ્રતિભા આપી. હું મારા પરિવારજનો, મારા માતાપિતા અને ભાઈઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેઓએ મને આ રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યાં. હું મારી પત્નીનો આભાર વ્યક્ત કરવા માંગીશ, જેણે મારું ઘર વસાવવા અને મારા બાળકો માટે ઈંગ્લેન્ડની આરામદાયક જિંદગી છોડી દીધી. મારા તમામ પ્રશિક્ષકોનો વિશેષ આભાર. સિલેક્શનકર્તાઓનો ભારે હૃદયથી આભાર વ્યક્ત કરું છું, જેઓએ મારા પર ભરોસો વ્યક્ત કર્યો.

— Wasim Jaffer (@WasimJaffer14) March 7, 2020

વિન્ડીઝમાં લગાવવા ડબલ શતક
આ સલામી બેટ્સમેન કેટલાક એવા ભારતીય બેટ્સમેનમાં સામેલ છે, જેઓએ વેસ્ટ ઈન્ડીઝમાં ડબલ શતક લગાવી હતી. તેમણે કેરેબિયન ટીમની વિરુદ્ધ સેન્ટ લૂસિયામાં 212 રનની પારી રમી હતી. 

હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી

રણજી ટ્રોફીમાં દમદાર રેકોર્ડ
જાફેર 2006માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હુતં. તેમણે પોતાની પહેલી એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ 2006માં રમી હતી. જાફર માત્ર બે વનડે રમ્યા હતા, જેમાં દસ રન બનાવ્યા હતા. જોકે, ઘરેલુ ક્રિકેટ, ખાસ કરીને રણજી ટ્રોફીમાં તેમના પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે. 

टीम इंडिया के इस पूर्व ओपनर ने क्रिकेट करियर को किया अलविदा, सचिन के लिए कही ये बात

તો રણજી ટ્રોફીમાં 12000 રન બનાવનાર પહેલા બેટ્સમેન હતા. તેમણે પોતાના કરિયરમાં મોટાભાગનો સમય મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું. બાદના દિવસોમાં વિદર્ભથી ખેલવામાં લાગ્યા હતા. તો રણજી ટ્રોફીમાં 150 મેચ રમનાર પ્રથમ બેટ્સમેન હતા. 

1996-97માં કર્યું હતું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ઼
જાફરે પ્રથમ કેટેગરી ક્રિકેટમાં 1996-97માં પર્દાપણ કર્યું હતું. તથા 260 મેચમાં 50.67ના અંદાજથી 19,410 રન બનાવ્યા. તેમાં 57 સદી અને 91 અર્ધશતક સામેલ છે. જાફરે 23 ટી-20 મેચ પણ રમ્યા છે, જેમાં તેમના નામ 616 રન નોંધાયેલા છે. આ દરમિયાન તેમનો બેસ્ટ સ્કોર 95 રન રહ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news