બાંગ્લાદેશનાં 3, પાકિસ્તાનનાં 3 ક્રિકેટર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝા (Mashrafe Mortaza) અને બે અન્ય ખેલાડીઓ નઝમુલ ઇસ્લામ (Nazmul Islam) અને નફીસ ઇકબાલ (Nafees Iqbal) ના કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાદ શાહિદ આફ્રીદી બાદ કોરોના વાયરસની ઝપટે ચડી ગયા હતા. ગત્ત થોડા દિવસોથી આ ક્રિકેટર બિમાર હતા. શુક્રવારે તેનો કોવિડ રિપોર્ટ કરવમાં આવ્યો હતો, તેમાં તે કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ તમામ ક્રિકેટર પોતાનાં ઘરમાં કવોરન્ટિન છે. 
બાંગ્લાદેશનાં 3, પાકિસ્તાનનાં 3 ક્રિકેટર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝા (Mashrafe Mortaza) અને બે અન્ય ખેલાડીઓ નઝમુલ ઇસ્લામ (Nazmul Islam) અને નફીસ ઇકબાલ (Nafees Iqbal) ના કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાદ શાહિદ આફ્રીદી બાદ કોરોના વાયરસની ઝપટે ચડી ગયા હતા. ગત્ત થોડા દિવસોથી આ ક્રિકેટર બિમાર હતા. શુક્રવારે તેનો કોવિડ રિપોર્ટ કરવમાં આવ્યો હતો, તેમાં તે કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ તમામ ક્રિકેટર પોતાનાં ઘરમાં કવોરન્ટિન છે. 

બાંગ્લાદેશ માટે 36 ટેસ્ટ, 220 વનડે અને 54 ટી 20 મેચ રમનારા મુર્તઝાએ પોતાનાં ફેસબુક પેજ પર લખ્યું કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તમામ લોકો હું ઝડપથી સાજો થઉ તે માટે દુઆ કરો. તેણે કહ્યું કે, હવે સંક્રમિતોનો આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. આપણે ખુબ જ તકેદારી રાખવી પડશે. ઘરોમાં રહો અને જરૂર હોય તો જ બહાર નિકળો. હું ઘરમાં પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું. આપણે ગભરાવાની જરૂર નથી તેના બદલે આ બિમારી મુદ્દે જાગૃતિ લાવવાની જરૂર છે. 

ભારત-ચીન તણાવઃ 'વીવો આઈપીએલ? ટાઇટલ સ્પોન્સર ડીલની સમીક્ષા કરશે બીસીસીઆઈ
સ્થાનિક મીડિયા અનુસાર મુર્તઝાનાં પરિવારનાં કેટલાક સ્યો આ બીમારીથી સંક્રમિત આવ્યા હતા. મુર્તજા સંસદનાં સભ્ય છે અને તેનેમહામારી દરમિયાન રાહત અભિયાન ચલાવી રહ્યા હતા. મુર્તજા ઉપરાંત વનડે કેપ્ટન તમીમ ઇકબાલનાં મોટા ભાઇ અને બાંગ્લાદેશ અને પૂર્વ ક્રિકેટર નફીસ ઇકબાલ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ડાબેરી સ્પીનર ઇસ્લામનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે પોતાનાં શહેર નારાયણગંજમાં રાહત કાર્ય કરતો હતો.

ડેબ્યૂ પહેલાં વિરાટે કેવી રીતે જીત્યું હતું સિલેક્ટર્સનું દિલ? વેંગસકરે ખોલ્યું રહસ્ય
નફીસ ઇકબાલે 2003માં બાંગ્લાદેશ માટે ડેબ્યું કર્યું હતું અને પરંતુ 2006 બાદ રાષ્ટ્રીય ટીમની બહાર થઇ ગયો હતો. નફીસે પોતે પૃષ્ટિ કરી છે કે તે કોરોના પોઝિટિવ છે. 46 વર્ષીય આ ખેલાડીએ બાંગ્લાદેશ માટે 11 ટેસ્ટ, 16 વનડે રમી હતી. ગત્ત મહિને બાંગ્લાદેશનાં ડેવલપમેન્ટ કોચ અને પૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર અશફિકુર રહેમાન કોવીડ 19 પોઝિટિવ આવ્યો હતો. પાકિસ્તાનનાં ક્રિકેટર શાહીદ આફ્રિદી, તૌફિક ઉમર અને જફ સરફરાઝ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news