FIFA World Cup: નેમારની બ્રાઝિલ પણ આઉટ, બેલ્જિયમ પહોંચ્યુ સેમિફાઈનલમાં

 21માં ફિફા વર્લ્ડ કપમાં દિગ્ગજ ટીમોના બહાર થવાનો સિલસિલો ચાલુ જ છે. પાંચ વારની ચેમ્પિયન અને દિગ્ગજ ખેલાડી નેમારની બ્રાઝિલ ટીમ અંતિમ ક્વોર્ટરફાઈનલ મેચમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

FIFA World Cup: નેમારની બ્રાઝિલ પણ આઉટ, બેલ્જિયમ પહોંચ્યુ સેમિફાઈનલમાં

કઝાન(રશિયા): 21માં ફિફા વર્લ્ડ કપમાં દિગ્ગજ ટીમોના બહાર થવાનો સિલસિલો ચાલુ જ છે. પાંચ વારની ચેમ્પિયન અને દિગ્ગજ ખેલાડી નેમારની બ્રાઝિલ ટીમ અંતિમ ક્વોર્ટરફાઈનલ મેચમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પૂર્વ વિજેતા જર્મની, આર્જેન્ટિના, પોર્ટુગલ જેવી મોટી ટીમો બહાર થઈ ચૂકી છે. શુક્રવારે મોડી રાતે રમાયેલી આ મેચમાં બેલ્જિયમે બ્રાઝિલને 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે બેલ્જિયમે પહેલીવાર વર્લ્ડકપ જીતવાના પોતાના સપનાને જાળવી રાખ્યું છે. બેલ્જિયમ 1986માં રમાયેલા વર્લ્ડ કપ બાદ પહેલીવાર આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. સેમીફાઈનલમાં બેલ્જિયમનો મુકાબલો મંગળવારે ફ્રાન્સ સામે થશે. 

બેલ્જિયમના સ્ટાર મિડફિલ્ડર કેવિન ડે બ્રુએ આ મહત્વની મેચમાં આક્રમક ખેલનું પ્રદર્શન કર્યું જેનો લાભ ટીમને મળ્યો. જો કે કઝાન એરેનામાં રમાયેલી આ મેચની શરૂઆત બ્રાઝિલ માટે શાનદાર રહી હતી. મેચની આઠમી મિનિટમાં જ બ્રાઝિલે આક્રમણ કર્યું, ડિફેન્ડર થિયાગો સિલ્વાને પોતાની ટીમને લીડ અપાવવાની તક મળી પરંતુ તે બોલને ગોલમાં ફેરવી શક્યો નહીં. 

બેલ્જિયમ આ શરૂઆતી આંચકાથી જલદી બહાર આવી ગયું અને 13મી મિનિટમાં જ કોર્નર મેળવ્યો. અનુભવી ડિફેન્ડર વેન્સેટ કોમ્પનીએ સુંદર ક્રોસ આપ્યો અને બોલ બ્રાઝિલના મિડફિલ્ડર ફર્નાડિન્હોના હાથમાં લાગીને ગોલમાં જતો રહ્યો. એક ગોલની લીડ મેળવ્યાં બાદ બેલ્જિયમે વધુ આત્મવિશ્વાસ સાથે આક્રમણ કર્યું. બ્રાઝિલને પણ વચ વચમાં બોલ મળ્યો પરંતુ તેઓ કાઉન્ટર એટેક પર બરાબરીનો ગોલ કરવામાં સફળ થયા નહીં. 

મેચની 31મી મિનિટમાં સ્ટ્રાઈકર રોમેલુ લુકાકૂએ બોક્સની બહાર કેવિન ડે બ્રુનને પાસ કર્યો જેણે દમદાર ગોલ કરીને ટીમને 2-0ની મહત્વની લીડ અપાવી દીધી. બ્રાઝિલે બીજા હાફની શરૂઆત કરી અને બોલન પર નિયંત્રણ જાળવીને બેલ્જિયમના ડિફેન્સ પર દબાણ બનાવ્યું. 56મી મિનિટમાં સ્ટ્રાઈકર ગેબ્રિએલ જીસસ ડાબી બાજીથી બેલ્જિયમના ડિફેન્ડરને માત આપીને બોક્સમાં દાખલ તો થયા પરંતુ તેઓ ગોલકિપર તિબાઉત કોર્ટુઆને ભેદવામાં સફળ થયા નહીં. 

બેલ્જિયમના કેપ્ટન ઈડન હેઝાર્ડને 62મી મિનિટમાં કાઉન્ટર એટેક પર ગોલ કરવાની તક મળી. તેણે બોક્સ બહાર શોટ લગાવ્યાં પરંતુ તે  પણ ગોલ કરી શક્યો નહીં. હેજાર્ડના પ્રયત્નો બાદ પણ બ્રાઝિલે વિપક્ષી ટીમને લીડને ઓછી કરવાની કોશિશ ચાલુ રાખી. 76મી મિનિટમાં એએફસી બાર્સિલોનાથી રમનાર ફિલિપે કોટિન્હોએ બોક્સની બહારથી ક્રોસ આપ્યું જેના પર હેડરથી ગોલ કરીને રેનોટ ઓગસ્ટોએ મેચમાં ટીમની વાપસી કરી.મેચના અંતિમ ક્ષણોમાં બ્રાઝિલે બરાબરીનો ગોલ કરીને અનેક પ્રયત્નો કર્યાં પરંતુ નિષ્ફળ ગયાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news