FIFA વર્લ્ડ કપ 2018: ક્વાર્ટર ફાઇનલમાં કોણ કોની સામે ટકરાશે, જાણો શેડ્યૂલ

ફીફા વિશ્વ કપ હવે અત્યંત રોમાંચક મોડ પર પહોંચી ગયો છે. શુક્રવારથી ક્વાર્ટર ફાઇનલ મુકાબલાની શરૂઆત થશે. 

FIFA વર્લ્ડ કપ 2018: ક્વાર્ટર ફાઇનલમાં કોણ કોની સામે ટકરાશે, જાણો શેડ્યૂલ

રશિયાઃ રૂસમાં જારી ફીફા વર્લ્ડ કપ-2018ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા 6 અને 7 જુલાઈએ રમાશે. અંતિમ-8માં પહોંચેલી ટીમ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરવા માટે મેદાને ઉતરશે. 

અંતિમ-8ના પ્રથમ મેચમાં શુક્રવારે ઉરુગ્વેનો સામનો ફ્રાન્સ સામે થશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે રમાશે. ત્યારબાદ બ્રાઝીલની ટીમ બેલ્જિયમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 કલાકે શરૂ થશે. 

ક્વાર્ટર ફાઇનલ મુકાબલા- ક્યારે અને કોની વચ્ચે મેચ

6 જુલાઈઃ ઉરુગ્વે Vs ફ્રાન્સ (સાંજે 7.30 કલાકથી)

6 જુલાઈઃ બ્રાઝીલ Vs બેલ્જિયમ (રાત્રે 11.30 કલાકથી)

7 જુલાઈઃ સ્વીડન Vs ઈંગ્લેન્ડ (સાંજે 7.30 કલાકથી)

7 જુલાઈઃ રૂસ Vs ક્રોએશિયા (રાત્રે 11.30 કલાકથી)

સેમીફાઇનલ 10 અને 11 જુલાઈએ રમાશે, જ્યારે ટૂર્નામેન્ટની મેગા ફાઇનલ 15 જુલાઈએ રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news