પોર્ટુગલને આજે મળશે ઈરાનનો પડકાર, તમામની નજર રોનાલ્ડો પર

પોર્ટુગલે રાઉન્ડ ઓફ 16માં પહોંચવા માટે ઈરાન સામે મેચ ડ્રો અથવા જીતવી પડશે. 

પોર્ટુગલને આજે મળશે ઈરાનનો પડકાર, તમામની નજર રોનાલ્ડો પર

સરાંસ્કઃ સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કારણે ભલે પોર્ટુગલે બે મેચમાં ચાર અંક મેળવી લીધા છે, પરંતુ હજુ તે સેફ જોનમાં પહોંચ્યું નથી. આજે તે પોતાના અંતિમ લીગ મેચમાં ઈરાન સાથે ટકરાશે. જો ઈરાને અપસેટ સર્જી દીધો, તો રોનાલ્ડોની ટીમની સફર પ્રથમ રાઉન્ડમાં સમાપ્ત થઈ શકે છે. પોર્ટુગલ ગ્રુપ બીમાં અત્યાર સુધી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે ઈરાનની ટીમ 3 અંક સાથે ત્રીજા ક્રમે. ઈરાન જો મેચ જીતી જાય તો તેના છ અંક થઈ જશે અને તે અંતિમ-16માં સરળતાથી પહોંચી જશે. 

તેવામાં પોર્ટુગલનું ભવિષ્ય ગ્રુપના એક અન્ય મેચના પરિણામ પર રહેશે. ગ્રુપના બીજા મેચમાં સ્પેન અને મોરક્કોની ટીમ ટકરાશે. જો આ મેચ ડ્રો પર પૂર્ણ થાય તો પોર્ટુગલની સફર આગળ નહીં વધે. જો મોરક્કોએ અપસેટ સર્જતા જીત મેળવી તો મામલો ગોલ અંતર પર જશે. ત્યારે પોર્ટુગલ અને સ્પેનમાંથી સારા ગોલ રેકોર્ડ રાખનારી ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે. 

ડિફેન્સ છે મજબૂત
પોર્ટુગલને નોકઆઉટમાં પહોંચવા માટે માત્ર ડ્રોની જરૂર છે. પરંતુ રોનાલ્ડો પોતાના પૂર્વ કોચ કાર્લોસ કુઇરોજની ટીમ ઈરાન વિરુદ્ધ જીત મેળવવા પ્રતિબદ્ધ હશે. આ બંન્ને 2003થી એકબીજાને જાણે છે પરંતુ બાદમાં તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. કુઈરોજની ટીમ ઈરાનને અંતિમ 16માં સ્થાન નક્કી કરવું છો, તો તેણે કોઇપણ સ્થિતિમાં જીત મેળવવી પડશે. ઈરાનનું અત્યાર સુધીનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. 

તેણે મોરક્કો વિરુદ્ધ આત્મઘાતી ગોલની મદદથી ત્રણ અંક મેળવ્યા હતા પરંતુ સ્પેન સામે 0-1થી હાર મળી હતી. ઈરાનનું ડિફેન્સ અત્યાર સુધી મજબૂત જોવા મળ્યું છે, જેને ભેદવામાં સ્પેનને મુશ્કેલી ઉભી થઈ હતી. પરંતુ અત્યાર સુધી મજબૂત સાબિત થયેલી આ ડિફેન્સ લાઇનની સાચી પરીક્ષા રોનાલ્ડોની સામે થશે. 

રોનાલ્ડો પર નિર્ભર ટીમ
પોર્ટુગલ અત્યાર સુધી રોનાલ્ડોના પ્રદર્શન પર નિર્ભર રહ્યું છે અને જો કોઇ કારણોસર તે પોતાની લય હાસિલ ન કરી શકે કે ઈરાની ડિફેન્સ તેને બાંધી રાખવામાં સફળ રહે તો આ મેચમાં અપસેટ થઈ શકે છે. આમ છતા રોનાલ્ડોના ફોર્મને જોતા આ સંભાવના ઓછી નજર આવે છે. ચર્ચા તો તે વાતની છે કે, સ્પેનની વિરુદ્ધ હેટ્રિક અને મોરક્કો વિરુદ્ધ એક ગોલ કરીને ગોલ્ડન બૂટની રેસમાં મજબૂત દાવેદાર બનેલ રોનાલ્ડો ઈરાન વિરુદ્ધ આજે રમાનારી મેચમાં કેટલા ગોલ મારશે. 

 

 

 

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news