FIFA વર્લ્ડ કપઃ ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે હૈરી કેન

હૈરી કેને અત્યાર સુધી 6 ગોલ કર્યા છે. ટૂર્નામેન્ટના બે પડાવ પાર થઈ ગયા છે અને ત્રીજા ચરણ ક્વાર્ટર ફાઇનલમાં પગ મુકવાનો છે. 

FIFA વર્લ્ડ કપઃ ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે હૈરી કેન

રશિયાઃ ઈંગ્લેન્ડનો કેપ્ટન હૈરી કેન રૂસમાં રમાઈ રહેલા ફીફા વિશ્વ કપની 21મી સીઝનમાં ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે. તેની પાછળ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર બેલ્જિયમ ટીમનો રોમેલુ લુકાકુ છે. 

હૈરી કેને અત્યાર સુધી 6 ગોલ કર્યા છે. ટૂર્નામેન્ટના બે પડાવ પાર થઈ ગયા છે અને ત્રીજા ચરણ ક્વાર્ટર ફાઇનલમાં પગ મુકવાનો છે. કેન હાલમાં આ વિશ્વ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. 

તેની બાદ લુકાકુ છે, જેણે ચાર ગોલ કર્યા છે. લુકાકુની ટીમ બેલ્જિયમ પણ અંતિમ-8માં પહોંચી ગઈ છે અને તે કેનને ગોલ્ડન બૂટની રેસમાં સારી ટક્કર આપી શકે છે. 

લુકાકુની સાથે ચાર ગોલ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પણ છે, પરંતુ કેનને રોનાલ્ડોનો ખતરો નથી. તેની ટીમ ચાર મેચ રમીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. યજમાન રૂસે પણ તમામને ચોંકવતા અંતિમ-8માં જગ્યા બનાવી છે. તેના બે ખેલાડીઓ આ વિશ્વકપમાં ત્રણ-ત્રણ ગોલ કરી ચૂક્યા છે. અર્ટેમ ડિજ્યૂબા અને ડેનિસ ચેરિશેવે પોતાની ટીમ માટે અત્યાર સુધી ત્રણ-ત્રણ ગોલ કર્યા છે. 

બીજીતરફ ફ્રાન્સનો એમ્બાપ્પે પણ આ રેસમાં કેનને સારી ટક્કર આપી શકે છે. તેણે ત્રણ ગોલ કરીને પોતાની ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડવમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 

રોનાલ્ડો સિવાય આર્જેન્ટીનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી પાસેથી પણ ઘણી આશા હતી, પરંતુ મેસી ચાર મેચમાં માત્ર એક ગોલ કરી શક્યો અને તેની ટીમ પણ બહાર થઈ ગઈ છે. 

આ બંન્ને સિવાય બ્રાઝીલના દિગ્ગજ ખેલાડી નેમારને પણ આ વિશ્વકપની શરૂઆતમાં ગોલ્ડન બૂટનો દાવેદાર માનવામાં આવતો હતો, તે અત્યાર સુધી ચાર મેચમાં બે ગોલ કરી શક્યો છે. બ્રાઝીલે અંતિમ-8માં પ્રવેશ તો કરી દીધો છે, પરંતુ નેમાર કેનને પછાડે તેવી સંભાવનાઓ ઓછી છે. 

બ્રાઝીલમાં 2014માં રમાયેલા વિશ્વકપમાં ગોલ્ડન બૂટ એવોર્ડ જીતનાર કોલંબિયાનો જેમ્સ રોડ્રિગેજ આ વિશ્વકપમાં ખાતું પણ ન ખોલી શક્યો. તેની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news