IND vs ENG: ટીમ ઈન્ડિયાની પ્રથમ બોલિંગ, પૂજારાના સ્થાને રાહુલનો સમાવેશ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી (1932-2016) 117 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 25 મેચ જીતી છે, જ્યારે તેણે 43માં હારનો સામનો કરવો પડ્યો છે. 49 ટેસ્ટ ડ્રો રહી.
Trending Photos
બર્મિંઘમઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાઇ રહ્યો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ટીમ ઈન્ડિયાને બોલિંગ આપી છે. વિરાટ કોહલીએ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી ચેતેશ્વર પૂજારાને બહાર રાખ્યો છે અને તેના સ્થાને રાહુલને તક આપવામાં આવી છે.
કોહલીએ લોકેશ રાહુલ, શિખર ધવન અને મુરલી વિજયના રૂપમાં ત્રણ ઓપનિંગ બેટ્સમેન ઉતાર્યા છે. કોહલીએ માત્ર એક સ્પિનર અશ્વિનને ટીમમાં પસંદ કર્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચોનો રેકોર્ડ
આંકડાની વાત કરીએ તો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી (1932-2016) 117 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 25 મેચ જીતી છે, જ્યારે તેણે 43માં હારનો સામનો કરવો પડ્યો છે. 49 ટેસ્ટ ડ્રો રહી.
ઈંગ્લેન્ડની ધરતી પર પરિણામની વાત કરીએ તો, અત્યાર સુધી બંન્ને વચ્ચે 57 ટેસ્ટ મેચ રમાઇ છે, જેમાંથી ભારત માત્ર 6માં જીત મેળવી શક્યું, જ્યારે 30માં ઈંગ્લેન્ડે બાજી મારી છે. 21 મેચ ડ્રો રહી છે.
ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું પ્રદર્શન
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીનું પરિણામ જોઈએ તો ભારતે અંતિમ વખત 2007માં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પર 1-0થી કબજો કર્યો હતો. ત્યારબાદ 2011માં ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 0-4થી ગુમાવી હતી. 2014માં પણ તેને ઈંગ્લેન્ડના હાથે 1-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે શ્રેણી 5 ટેસ્ટ મેચની હતી.
1932-2014 દરમિયાન ભારતીય ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર 17 ટેસ્ટ શ્રેણી રમી છે. જેમાંથી ત્રણમાં સફળતા (1971, 1986 અને 2007) મળી છે, એક ડ્રો (2002) સિવાય તમામ શ્રેણી ભારતે ગુમાવી છે.
ટીમ
ભારતઃ મુરલી વિજય, શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, ઉમેશ યાદવ, શમી અને ઈશાંત શર્મા.
ઈંગ્લેન્ડઃ જો રૂટ, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ડ બ્રોડ, જોસ બટલર, એલિસ્ટેયર કુક, સૈમ કુરૈન, કેટન જેનિંગ્સ, ડેવિડ મલાન, આદિલ રાશિદ અને બેન સ્ટોક્સ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે