Tokyo Olympics 2020: એથ્લેટિક્સમાં ભારતના અભિયાનનો પ્રારંભ કરશે દુતી અને સાબલે

ભારતીય એથ્લેટિક્સ દળ શુક્રવારે ટોક્યોમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે જ્યારે મેડલની આશા ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા ચાર ઓગસ્ટે પડકાર રજૂ કરશે. વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને રહેલ ચોપડા ઓલિમ્પિકમાં મેડલનો પ્રબળ દાવેદાર છે. 

Tokyo Olympics 2020: એથ્લેટિક્સમાં ભારતના અભિયાનનો પ્રારંભ કરશે દુતી અને સાબલે

ટોક્યોઃ ઓલિમ્પિકમાં ટ્રેક અને ફીલ્ડ પર સામાન્ય અંતરથી મેડલ ચુકવાનો ઈતિહાસ લઈ ભારતીય એથ્લેટિક્સ દળ શુક્રવારે ટોક્યોમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે જ્યારે મેડલની આશા ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા ચાર ઓગસ્ટે પડકાર રજૂ કરશે. વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને રહેલ ચોપડા ઓલિમ્પિકમાં મેડલનો પ્રબળ દાવેદાર છે. પરંતુ તેની તૈયારી વધુ સારી રહી નથી. કોરોના મહામારીને કારણે તે ઓલિમ્પિક પહેલા માત્ર એક સર્વોચ્ચ સ્તરીય ટૂર્નામેન્ટ રમી શક્યો છે. 

ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે ખેલાડીઓ માટે ઓલિમ્પિક પહેલા વિદેશમાં અભ્યાસ અને સ્પર્ધાના પ્રવાસની યોજના બનાવી હતી પરંતુ મહામારીને કારણે યાત્રા પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા તેને રદ્દ કરવો પડ્યો હતો. ભારતના 26 સભ્યોના દળમાંથી માત્ર ચોપડા ટોક્યો જતા પહેલા યૂરોપમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેણે ઓલિમ્પિક પહેલા ત્રણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી પરંતુ પહેલામાં બે સ્થાનીક ખેલાડી ભાગ લઈ રહ્યા હતા. ત્રીજી ટૂર્નામેન્ટમાં ફિનલેન્ડમાં કુઓર્તાનેમાં હતી જેમાં તે 86.79 મીટરનો થ્રો કરી ત્રીજા સ્થાને રહ્યો હતો.

Cheer for #IndianAthletics

— Athletics Federation of India (@afiindia) July 29, 2021

ચોપડાએ આ સત્રની શરૂઆત માર્ચમાં ઈન્ડિયન ગ્રાં પ્રીમાં 88.07 મીટરનો થ્રો ફેંકી પોતાનો રેકોર્ડ તોડતા કરી હતી. તો 2017 વિશ્વ ચેમ્પિયન વેટરે એપ્રિલ અને જૂનમાં સાત ટૂર્નામેન્ટોમાં 90 મીટરથી વધુનો થ્રો કર્યો હતો. ચોપડાના વિરોધીઓમાં પોલેન્ડના માર્સિન ક્રૂકોવસ્કી, 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વાલકોટ અને લાટવિયાના 2014 અન્ડર 20 વિશ્વ ચેમ્પિયન ગાટિસ કાક્સ છે. 

So once @Neeraj_chopra1
is back from @Tokyo2020 we will gift you #IndianAthletics🇮🇳 T-shirt signed by the champ himself 😎

DM us your address & number! pic.twitter.com/e4F1thb3VT

— Athletics Federation of India (@afiindia) July 28, 2021

ચોપડા પ્રથમ થ્રો ચાર ઓગસ્ટે કરશે જ્યારે ફાઇનલ ત્રણ દિવસ બાદ રમાશે. રિયોમાં પાંચ વર્ષ પહેલા માત્ર લલિતા બાબર 3000 મીટર સ્ટીપલચેસ ફાઇનલમાં પહોંચી શકી હતી. ચક્રા  ફેંક ખેલાડી કમલપ્રીત કૌર ટોપ પાંચમાં રહેવાનો પ્રયાસ કરશે. રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને રહેલ કૌરે હાલમાં બે વખત રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. એશિયન ગેમ્સ ચેમ્પિયન શોટપુટ ખેલાડી તેજિંદર સિંહ તૂરે જૂનમાં ઈન્ડિયન ગ્રાં પ્રી 4માં પોતાનો રેકોર્ડ સારો કરી 21.49 મીટરનો થ્રો કર્યો હતો. તેના વર્ગમાં કોમ્પિટિશન મુશ્કેલ છે પરંતુ તે ફાઇનલમાં પહોંચી શકે છે. 

શિવપાલ સિંહ (ભાલાફેંક), અવિનાશ સાબલે (3000 મીટર સ્ટીપલચેસ) અને એસ શ્રીશંકર (લાંબી કૂદ) પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલમાં પહોંચી શકે છે. સાબલે શુક્રવારે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ દુતી ચંદ (100 મીટર), એમ પી જબીર (1400 મીટર વિઘ્ન દોડ) ઉતરશે. મિશ્રિત ચાર ગુણા 400 મીટર રિલે ટીમ સાંજે રમશે. વિશ્વ રેન્કિંગ દ્વારા ટૂર્નામેન્ટમાં ઉતરી રહેલી દુતીનું લક્ષ્ય સેમીફાઇનલમાં પ્રવેશ કરવા પર હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news