જીજ્ઞેશ કવિરાજના ડાયરામાં પી.એસ.આઇએ કર્યો નોટોનો વરસાદ, વિડિયો વાયરલ
સોમવારની રાત્રીએ અમદાવાદના મોડી રાત્રે સરખેજ પાસે આવેલા ભારતીબાપુના આશ્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
અમદાવાદ: સોમવારની રાત્રીએ અમદાવાદના મોડી રાત્રે સરખેજ પાસે આવેલા ભારતીબાપુના આશ્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં પૈસા ઉડાડતા PSIનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. વીડિયો સરખેજના ભારતીબાપુ આશ્રમનો હોવાની વાત જીગ્નેશ કવિરાજના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. ભારતીબાપુના આશ્રમ ખાતે કોઇ પી.એસ.આઇ પોલીસની વર્ધીમાં જ જીજ્ઞેશ કવિરાજ પર રૂપિયાનો વરસાદ કરી રહ્યો હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. જ્યારે થોડા સમય પહેલા ડીસીપી જયપાલસિંહ રાઠોડનો પણ ડાયરામાં રૂપિયા ઉછાળતા હોય તેવો વિડિયો વાયરલ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે