કેંટો મોમોતા સામે સેમીમાં હાર ડેનમાર્ક ઓપનમાં કિદાંબી શ્રીકાંતની સફર સમાપ્ત
જાપાનના કેંટો મોમોતાએ ભારતના કિદાંબી શ્રીકાંતને 21-16, 21-12થી પરાજય આપ્યો હતો.
Trending Photos
કોપનહેગનઃ ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કિદાંબી શ્રીકાંતની હારની સાથે પુરૂષ સિંગલ્સમાં ભારતનો પડકાર પૂરો થઈ ગયો છે. સાતમાં ક્રમાંકિત શ્રીલંકાને સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર-1 કેંટો મોમોતાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટૂર્નામેન્ટમાં ભારતનો પડકાર માત્ર મહિલા સિંગલ્સમાં બાકી છે. સાઇના નેહવાલ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે.
જાપાનના મોમોતાને ટૂર્નામેન્ટમાં બીજો ક્રમ આપવામાં આવ્યો છે. મોમોતાએ શનિવારે પુરૂષ સિંગલ્સના પ્રથમ સેમીફાઇનલમાં ભારતના કિદાંબી શ્રીકાંતને 21-16, 21-12થી હરાવ્યો હતો. ભારતીય ખેલાડીએ 42 મિનિટ સુધી સંઘર્ષ કર્યો હતો. તેણે પ્રથમ ગેમમાં જાપાની ખેલાડીને પરેશાન કર્યો પરંતુ બીજી ગેમમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
મોમોતાનો સામનો હવે ડેનમાર્કના કે આંદ્રેસ એંતોનસેન અને તાઇવાનના તિએન ચેન છોઉ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. ડેનમાર્કનો કે આંદ્રેસ એંતોનસેને પૂર્વ નંબર અને ટોપ ક્રમાંકિત વિક્ટર એક્સેલસનને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. એંતોનસેનનો વર્લ્ડ રેન્ક 17 છે જ્યારે તાઇવાનના તિએન ચેનનો રેન્ક ચાર છે.
કિદાંબી શ્રીકાંતે પોતાના દેશના સમીર વર્માને હરાવીને સેમીમાં સ્થાન મેળવ્યું હતું. તેણે શુક્રવારે એક કલાક 18 મિનિટ સુધી ચાલેલા મેચમાં સમીર પર 22-20, 19-21, 23-21 જીત મેળવી હતી. આ બંન્ને ભારતીયો વચ્ચે ઈન્ટરનેશનલ સક્રિટમાં આ પ્રથમ મેચ હતી. આ દિવસે મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીનું અભિયાન યુકી ફુકુશિમા અને સયાકા હિરોતાની જોડી સામે હારીને સમાપ્ત થઈ ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે