ટીમ ઇન્ડિયાના જબરદસ્ત ઓલરાઉન્ડરનું નિધન, સચિન પણ જાહેરમાં થયો ઇમોશનલ

તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના નામે ટેસ્ટમાં સતત 21 ઓવર મેડન ફેંકવાનો રેકોર્ડ છે. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.

ટીમ ઇન્ડિયાના જબરદસ્ત ઓલરાઉન્ડરનું નિધન, સચિન પણ જાહેરમાં થયો ઇમોશનલ

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણી (Bapu Nadkarni)નું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના નામે ટેસ્ટમાં સતત 21 ઓવર મેડન ફેંકવાનો રેકોર્ડ છે. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. નાડકર્ણીના જમાઈ વિજય ખરેએ જણાવ્યું કે, તેમનું ઉંમર સંબંધિત પરેશાનીઓના કારણે નિધન થયું હતું.

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે નાડકર્ણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે, "શ્રી બાપુ નાડકર્ણીના અવસાન વિશે સાંભળીને ખૂબ જ દુખ થયું. હું ટેસ્ટમાં તેમના સતત 21 મેડન ઓવરનો રેકોર્ડ સાંભળીને મોટો થયો. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના છે."

— Sachin Tendulkar (@sachin_rt) January 17, 2020

બાપુ નાડકર્ણી ડાબા હાથના બેટ્સમેન અને સ્પિનર હતાં. તેમણે ભારત તરફથી 41 ટેસ્ટ મેચમાં 1414 રન બનાવ્યા અને 88 વિકેટ લીધી હતી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપીને છ વિકેટ રહ્યું હતું. તેઓ મુંબઈના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક હતાં. તેમણે 191 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી જેમાં 500 વિકેટ લીધી અને 8880 રન બનાવ્યાં. તેમના નિધન પછી સચિન તેન્ડુલકરે પણ જાહેરમાં તેમને શ્રદ્ધાંજલિ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news