DC vs SRH: દિલ્હી કેપિટલ્સ પ્લેઓફથી એક જીત દૂર, હૈદરાબાદને 8 વિકેટે આપ્યો પરાજય


દિલ્હી કેપિટલ્સે યૂએઈમાં જીત સાથે શરૂઆત કરી છે. આ જીત સાથે રિષભ પંતની આગેવાનીમાં ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 
 

DC vs SRH: દિલ્હી કેપિટલ્સ પ્લેઓફથી એક જીત દૂર, હૈદરાબાદને 8 વિકેટે આપ્યો પરાજય

દુબઈઃ દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-2021 ના બીજા ફેઝમાં પણ શાનદાર પ્રદર્શન જારી રાખતા સનરાઇઝર્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. બોલરો બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનથી દિલ્હીએ ટૂર્નામેન્ટમાં સાતમી જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 17.5 ઓવરમાં 2 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમના 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફમાં એન્ટ્રી મેળવવાથી માત્ર એક જીત દૂર છે. બીજીતરફ સનરાઇઝર્સનો આઠ મેચમાં આ સાતમો પરાજય છે અને ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. 

દિલ્હીનું દમદાર પ્રદર્શન
હૈદરાબાદે આપેલા 135 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને 20 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. પૃથ્વી શો 11 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શિખર ધવન અને શ્રેયસ અય્યરે ઈનિંગ સંભાળી હતી. દિલ્હીએ પાવરપ્લેમાં 1 વિકેટે 39 રન બનાવ્યા હતા. 

શિખર ધવન 37 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 42 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. ઈજા બાદ વાપસી કરી રહેલ શ્રેયસ અય્યર 41 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 47 રન બનાવી અણનમ રહ્યો હતો. રિષભ પંતે 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. 

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગની શરૂઆત નબળી રહી હતી અને ઓપનર ડેવિડ વોર્નરને ખાતું ખોલ્યા વગર જ નોર્ત્જેની ઓવરમાં આઉટ થયો હતો. રિદ્ધિમાન સાહાના રૂપમાં ટીમને બીજો ઝટકો લાગ્યો હતો.  તે કાગિસો રબાડાની બોલ પર 18 રને આઉટ થયો હતો. અક્ષર પટેલે હૈદરાબાદના કેન વિલિયમસનને 18 રને આઉટ કરીને ત્રીજો ઝટકો આપ્યો હતો. રબાડાએ 17 રને મનીષ પાંડેને આઉટ કરીને હૈદરાબાદને ચોથો ફટકો આપ્યો હતો. કેદાર જાધવને નોર્ત્જેની ઓવરમાં ત્રણ રન બનાવી આઉટ થયો હતો. જેસન હોલ્ડર પણ નોર્ત્જેની ઓવરમાં 10 રન બનાવી આઉટ થયો હતો. અબ્દુલ શમદ (28)ને રબાડાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. રાશિદ ખાન 22 રન બનાવી રનઆઉટ થયો હતો. સંદીપ શર્મા શૂન્ય રને રનઆઉટ થયો હતો. ભૂવનેશ્વર કુમાર 5 રન બનાવી અણનમ રહ્યો હતો. 

દિલ્હી તરફથી નોર્ત્જેએ બે, રબાડાએ ત્રણ અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news