DDCAની ચૂંટણી થઈ શકે છે રદ્દ, વિનોદ રાયે જણાવ્યું આ કારણ

સીઓએ પ્રમુખ વિનોદ રાયે આ વાતની સંભાવના વ્યક્ત કરી કે ડીડીસીએ ચૂંટણી રદ્દ થઈ શકે છે, કારણ કે તેને કરાવવામાં સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશોનું પાલન થયું નથી. 

DDCAની ચૂંટણી થઈ શકે છે રદ્દ, વિનોદ રાયે જણાવ્યું આ કારણ

નવી દિલ્હીઃ દિલ્હી તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએસન (DDCA)ની ચૂંટણીનું પરિણામ આવ્યાને હજુ એક દિવસ થયો છે પરંતુ તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં વરિષ્ઠ પત્રકાર રજત શર્માની પેનલને ભવ્ય જીત મળી હતી, જેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત CoA પ્રમુખ વિનોદ રાયે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ચૂંટણીને અનૈતિક અને ગેર-બંધારણિય રીતે કરવામાં આવી છે, જેના કારણે તેને રદ્દ પણ કરી શકાય છે. 

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, વિનોદ રાયે કહ્યું કે ડીડીસીએની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા યોજવામાં આવી છે, તેથી તેને થોડા સમય માટે રદ્દ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ તરફથી લોઢા કમિટીની ભલામણોને બીસીસીઆઈમાં લાગૂ કરાવવા માટે સીઓએનું ગઠન કરવામાં આવ્યું હતું, જેની આગેવાની વિનોદ રાય કરી રહ્યાં છે. 

રાયે કહ્યું કે, ડીડીસીએની ચૂંટણી ઘણા પ્રકારે લોઢા કમિટીની વાતોને કિનારે કરી છે. આ ચૂંટણી કોઈ લોકપાલ કે કોઈ અધિકારીની દેખરેખ વગર થઈ છે, જેનાથી હજુ પણ ઉમેદવારોની ક્ષમતા પર સવાલ બરકરાર છે. 

ડીડીસીએની ચૂંટણી હાઇકોર્ટ દ્વારા રચિત જસ્ટિત વિક્રમજીત સેનની આગેવાનીમાં કરવામાં આવી હતી. તેમણે ઓડિટ રિપોર્ટ બાદ આ જવાબદારી સંભાળી હતી. 

જે પ્રકારે ડીડીસીએ ચૂંટણીમાં બીસીસીઆઈ અધિકારીઓના પરિવારના સભ્યોએ ભાગ લીધો, તેના પર રાયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇમાં આવું લખ્યું નથી કે કોઈ સભ્યોની પત્ની, ભાઈ કે કોઈ અન્ય પારિવારિક સભ્ય ચૂંટણી ન લડી શકે. 

મહત્વનું છે કે, વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ ચૂંટણીમાં અધ્યક્ષ પદ પર જીત મેળવી છે. તેમણે પૂર્વ ક્રિકેટ મદનલાલ શર્માને મોટા અંતરથી હરાવ્યા છે. રજત શર્માની પેનલને 12-0ના સ્કોરથી જીત મળી છે. 
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ડીડીસીએમાં ચૂંટણી યોજવામાં આવી ન હતી, જેના કારણે ઘણી આલોચના થઈ રહી હતી. રજત શર્માએ મદનલાલને 515 મતથી પરાજય આપ્યો. વરિષ્ઠ પત્રકાર રજત શર્માને કુલ 1521 મત મળ્યા અને મદદ લાલને માત્ર 1004 મત મળ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news