IPL-2019: ડેવિડ વોર્નરે ટ્વીટર પર પ્રશંસકોને આપ્યો એક ખાસ સંદેશ

બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે આઈપીએલની ગત સિઝનમાં ન રમેલા ડેવિડ વોર્નર લીગની 12મી સિઝનમાં પરત ફરશે. 
 

IPL-2019: ડેવિડ વોર્નરે ટ્વીટર પર પ્રશંસકોને આપ્યો એક ખાસ સંદેશ

હૈદરાબાદઃ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પોતાના આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ફેન્સની સાથે એક ખાસ સંદેશ શેર કર્યો છે. બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે ગત સિઝનમાં નહીં રમેલા વોર્નર લીગની 12મી સિઝનમાં પરત ફરશે. તે સનરાઇઝર્સની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે આઈપીએલની મેચ 23 માર્ચથી શરૂ થશે. 

સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં વોર્નર સંદેશ આપતો દેખાઈ રહ્યો છે. તેણે કહ્યું, હાય, હું ડેવિડ વોર્નર. હું ઓરેન્જ આર્મી (સનરાઇઝર્સ હૈદરાબાદ)ના તમામ પ્રશંસકો માટે એક ખાસ સંદેશ આપવા ઈચ્છું છું. આટલા બધા વર્ષો માટે અમને તમારો પ્રેમ અને સમર્થન આપવા માટે ધન્યવાદ. હવે આ સમય અમારા વફાદાર ફેન્સને કંઇક આપવાનો છે. 

Presenting the #500ForYou offer for our first home game #SRHvRR!

This one’s for you #OrangeArmy 🧡 pic.twitter.com/qePCDW5jbf

— SunRisers Hyderabad (@SunRisers) March 11, 2019

તેણે તે પણ જણાવ્યું કે, તેની વાપસી પર હૈદરાબાદે પોતાના પ્રથમ હોમ મેચની ટિકિટોની કિંમત માત્ર 500 રૂપિયા રાખવાનો નિર્ણય કર્યો છે. વોર્નરે પોતાની આગેવાનીમાં ટીમને 2016માં ચેમ્પિયન બનાવી હતી. તેણે તે સિઝનમાં 17 મેચ રમીને 60.57ની એવરેજથી 848 રન બનાવ્યા હતા. 

હૈદરાબાદની ટીમ લીગમાં પોતાના ઘરમાં પ્રમથ મેચ માટે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 29 માર્ચે ઉતરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news