CSK vs RCB Rain Prediction: ચેન્નાઈ-બેંગલુરુ મેચમાં વરસાદની કેટલી સંભાવના? જો મેચ રદ્દ થશે તો પ્લેઓફમાં કોણ પહોંચશે?
IPL 2024: આઈપીએલ 2024માં લીગ રાઉન્ડ સમાપ્ત થવામાં માત્ર ચાર મેચ બાકી છે. પરંતુ પ્લેઓફની એક જગ્યા માટે સૌથી મોટો મુકાબલો શનિવારે રમાવાનો છે. જ્યાં વિરાટ કોહલી અને એમએસ ધોની આમને-સામને હશે. જાણો આ મેચમાં વરસાદને લઈને શું આગાહી છે.
Trending Photos
CSK vs RCB Rain Prediction: આઈપીએલ પ્લેઓફની રેસ હવે રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ત્રણ ટીમે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે તો ચોથા સ્થાન માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો થવાનો છે. બંને ટીમો શનિવારે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમને-સામને હશે. આ સીઝનમાં બે મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. તેવામાં બંને ટીમના ફેન્સને ચિંતા છે કે આ મુકાબલો વરસાદને કારણે રદ્દ ન થઈ જાય.
શું છે વરસાદનું પૂર્વાનુમાન
આ મેચમાં પણ વરસાદની આશંકા છે. હવામાન વિભાગે શનિવારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. આઈએમડીએ 18થી 20 મે સુધી બેંગલુરૂમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો એક્યુવેધર પ્રમાણે શનિવારે બેંગલુરૂમાં 80 ટકા વરસાદની સંભાવના છે. જો મેચ ન રમાઈ તો બંને ટીમને એક-એક પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં ચેન્નઈના 15 પોઈન્ટ થઈ જશે અને તે પ્લેઓફમાં પહોંચી જશે. જ્યારે બેંગલુરૂની ગાડી 13 પોઈન્ટે અટકી જશે અને તેની સફર સમાપ્ત થઈ જશે.
ચેન્નઈની નેટ રનરેટ સારી
નોંધનીય છે કે પ્લેઓફની એક જગ્યા માટે ચેન્નઈ અને આરસીબી વચ્ચે રેસ ચાલી રહી છે. સારી રનરેટ અને વધુ પોઈન્ટ (14 પોઈન્ટ અને 0.528 રનરેટ) હોવાથી ચેન્નઈનો દાવો મજબૂત છે. આ મેદાન પર તે આઠ મેચમાં આસરીબી સામે એકવાર હારી છે. તો આરસીબીના 12 પોઈન્ટ છે અને તેની નેટ રનરેટ 0.387 છે.
જો આ મેચ રમાઈ તો આરસીબીએ ઓછામાં ઓછા 18 રન કે 11 બોલ બાકી રહેતા જીત મેળવવી પડશે. ત્યારે તે નેટ રનરેટના મામલામાં ચેન્નઈથી આગળ નિકળી શકશે.
શાનદાર ફોર્મમાં છે વિરાટ
આરસીબી આ સમયે સૌથી શાનદાર ફોર્મમાં છે. છ મેચની હારનો સિલસિલો તોડ્યા બાદ ટીમે સતત પાંચ જીત મેળવી છે. કોહલી પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે છેલ્લી પાંચ મેચમાં ત્રણ વખત અડધી સદી ફટકારી છે. ઓરેન્જ કેપ પણ વિરાટની પાસે છે.
તો ચેન્નઈ માટે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જ્યારે છેલ્લી ચાર ઈનિંગમાં શિવમ દુબે મોટી ઈનિંગ રમી શક્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે