VIDEO: મેદાન પર રિષભ પંતનો નટખટ અંદાજ, રૈનાને આ રીતે કર્યો હેરાન

આ મેચ બંન્ને ટીમો માટે મહત્વનો છે. જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. 

VIDEO: મેદાન પર રિષભ પંતનો નટખટ અંદાજ, રૈનાને આ રીતે કર્યો હેરાન

ચેન્નઈઃ દિલ્હી કેપિટલ્સના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત મેદાન પર પોતાના નટખટ અંદાજ માટે જાણીતો છે. તે વિકેટની પાછળ ઊભો રહીને બેટ્સમેનોની ખુબ મસ્તી કરે છે. આરસીબી વિરુદ્ધ મેચમાં તેણે વિરાટને પણ છોડ્યો નહતો. પંતે કોહલીના કેચ આઉટની અપીલ તે રીતે કરી કે ખુદ વિરાટ કોહલીએ પણ પંત સાથે વાત કરવી પડી હતી. તે ફરી પોતાની મજાકને લઈને ચર્ચમાં છે. 

હકીકતમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની 12માં સિઝનમાં એમએ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં યજમાન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ વિરુદ્ધ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમની પ્રથમ વિકેટ શેન વોટસન (0)ના રૂપમાં જલ્દી પડી ગઈ હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા રૈનાએ ઈનિંગને આગળ વધારી હતી. આ દરમિયાન જ્યારે રૈન રન લઈને પરત ક્રીઝ પર જઈ રહ્યો હતો ત્યારે પંત રૈનીની તરફ પોતાની પીઠ કરીને ઉભો રહી ગયો. એટલું જ નહીં પંત તેનો રસ્તો રોકતો હતો. રૈનાને લાગ્યું કે પંત જાણી જોઈને આમ કરી રહ્યો છે. ત્યારબાદ રૈના પણ હસ્વા લાગ્યો હતો. જુઓ વીડિયો.. 

— IndianPremierLeague (@IPL) May 1, 2019

આ મેચમાં ચેન્નઈએ દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ મેચ બંન્ને ટીમો માટે ખૂબ મહત્વની છે. જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news