રાજ્યમાં ડીજીપીએ ચાર મુખ્ય શહેરોના સીપી સાથે કરી બેઠક, સુરક્ષાની કરી સમીક્ષા
રાજ્યના ડીજીપી દ્વારા ચારેય શહેરોના પોલીસ કમિશનર સાથે ક્રાઈમ કોન્ફ્રેન્સ યોજી હતી. આ કૉંફેરેન્સમાં સાયબર વિભાગને મજબૂત કરવાથી લઈ પી.આઈની ખાલી પડેલી જગ્યા ભરવાની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં બીજા અન્ય કેટલાક રાજ્યવ્યાપી મૂદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: રાજ્યના ડીજીપી દ્વારા ચારેય શહેરોના પોલીસ કમિશનર સાથે ક્રાઈમ કોન્ફ્રેન્સ યોજી હતી. આ કૉંફેરેન્સમાં સાયબર વિભાગને મજબૂત કરવાથી લઈ પી.આઈની ખાલી પડેલી જગ્યા ભરવાની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં બીજા અન્ય કેટલાક રાજ્યવ્યાપી મૂદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં યોજવાયેલ ક્રાઇમ કોન્ફ્રેન્સના બીજા દિવસે અમદાવાદ,વડોદરા,સુરત રાજકોટના ચારેય પોલીસ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. ચારેય શહેરોની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી અને વણ ઉકેલાયેલા ગુનાઓને શોધી કાઢવા તાકીદે કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ ચર્ચામાં ખાસ કરીને ચારેય શહેરોમાં સાયબર સેલ નેટવર્કને મજબૂત તથા આધુનિક બનાવવા માટે ચર્ચા થઈ હતી.
પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખરીદશે 4 કરોડ કિલો ઘાસચારો
જોકે સુરત,વડોદરા,અને રાજકોટમાં સાયબરને કઈ રીતે વધુ સારી રીતે કામગીરી કરી શકાય અને ચારેય શહેરોમાં સંપર્ક બની રહે તેની ચર્ચા થઈ હતી. આ મુદ્દાની સાથે ચારેય શહેરોની ટ્રાફીક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા રોડ સેફટી અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે આયોજન ઘડી કાઢવા સૂચના અપાઈ હતી.
મહત્વની વાત એ છે કે રાજ્યમાં 275 જેટલા પીઆઈની જગ્યા ખાલી પડી છે જેથી આ જગ્યા જલ્દીથી ભરી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. રામોલ ગેંગ રેપ મામલે થયેલી તપાસની પ્રગતિ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સાથે DGPએ ચર્ચા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે