ડિ વિલિયર્સનો પ્રસ્તાવ ઠુકરાવવાનો પસ્તાવો નથીઃ સીએસએ પસંદગીકાર

ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ઓટિસ ગિબ્સને ડિ વિલિયર્સના પ્રસ્તાવ વિશે પસંદગીકારોને જણાવ્યું હતું પરંતુ લિન્ડાએ કહ્યું કે, આ વાતથી તેઓ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે, તે એક ખોટુ ઉદાહરણ આપવા માગતા નહતા.

ડિ વિલિયર્સનો પ્રસ્તાવ ઠુકરાવવાનો પસ્તાવો નથીઃ સીએસએ પસંદગીકાર

નવી દિલ્હીઃ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના પસંદગી સંયોજક લિન્ડા જોન્ડીએ કહ્યું કે, તેને દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સને વિશ્વકપમાં રમવા માટે સંન્યાસમાંથી વાપસીના પ્રસ્તાવને ઠુકરાવવાનો કોઈ પસ્તાવો નથી.લિન્ડાએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. ડિ વિલિયર્સે ગત વર્ષે આઈપીએલ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી. પરંતુ તે સતત અલગ-અલગ દેશોની ટી20 લીગોમાં રમતો હતો.  

વિશ્વ કપ શરૂ થતાં પહેલા તેણે સીએસએને કહ્યું હતું કે, તે વિશ્વકપમાં ટીમ હિત માટે નિવૃતીમાંથી વાપસી કરવા માટે તૈયાર છે. જ્યારે લિન્ડાએ જણાવ્યું કે, તેણે ડિ વિલિયર્સના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. લિન્ડાએ કહ્યું કે, ડિ વિલિયર્સ શ્રીલંકા અને પાકિસ્તાનની સાથે ઘરેલૂ સિરીઝ રમવા માટે તૈયાર નહતો. આ બંન્ને સિરીઝની જગ્યાએ તેણે અન્ય દેશોની ટી20 લીગમાં રમવાનો નિર્ણય કર્યો હતો જ્યારે આ બંન્ને સિરીઝ વિશ્વકપ ટીમમાં પસંદગી માટે ખેલાડીઓનો માપદંડ હતી. 

તેમણે કહ્યું, 'મેં ડિવિલિયર્સને 2018માં કહ્યું હતું કે તે નિવૃતી ન લે. તે પોતાના હિસાબથી રમવાનો નિર્ણય કરી રહ્યો હતો જે ખોટુ છે. મેં તેને સિઝન પ્રમાણે રણનીતિ બનાવવાનો વિકલ્પ આપ્યો હતો જેથી તે ફિટ રહી શકે. અમે કહી દીધું હતું કે શ્રીલંકા અને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી સિરીઝ વિશ્વકપ માટે ટીમનો માપદંડ હશે. તો એબીએ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ટી20 લીગોમાં રમવાનો નિર્ણય લીધો હતો. તેણે અમારા પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને તે સમયે કહ્યું હતું કે, તે નિવ-તીના પોતાના નિર્ણયથી ખુશ છે.'

ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ઓટિસ ગિબ્સને ડિ વિલિયર્સના પ્રસ્તાવ વિશે પસંદગીકારોને જણાવ્યું હતું પરંતુ લિન્ડાએ કહ્યું કે, આ વાતથી તેઓ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે, તે એક ખોટુ ઉદાહરણ આપવા માગતા નહતા.

તેમણે કહ્યું, 18 એપ્રિલે જ્યારે અમે વિશ્વકપની ટીમની જાહેરાત કરવાના હતા, તે દિવસે ડુ પ્લેસિસ અને ગિબ્સને ડિ વિલિયર્સને ટીમમાં આવવાના પ્રસ્તાવ વિશે જણાવ્યું, જે વાત મારા માટે ચોંકાવનારી હતી. ડિ વિલિયર્સે સંન્યાસ લીધો હતો, ત્યારે તે એક મોટો ગેપ છોડીને ગયો હતો. અમારી પાસે એવા ખેલાડી છે જે ખુબ મહેનત કરે છે અને તેને વિશ્વકપમાં રમવાની તક મળવી જોઈએ.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news