ભારત ઈઝરાયેલ પાસેથી 300 કરોડમાં ખરીદશે ઘાતક SPICE બોમ્બ, બાલાકોટ એર સ્ટ્રાઈકમાં થયો હતો ઉપયોગ

ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં આ ઘાતક સ્પાઈસ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ત્યારે એરફોર્સે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં જૈશના આતંકી કેમ્પો પર સ્પાઈસ બોમ્બ વરસાવ્યાં હતાં.

ભારત ઈઝરાયેલ પાસેથી 300 કરોડમાં ખરીદશે ઘાતક SPICE બોમ્બ, બાલાકોટ એર સ્ટ્રાઈકમાં થયો હતો ઉપયોગ

નવી દિલ્હી: ભારત સરકાર હવે પોતાની વ્યૂહાત્મક શક્તિને સતત મજબુત કરી રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા ભારત સરકારે મિત્ર દેશ ઈઝરાયેલ સાથે સ્પાઈસ બોમ્બની ખરીદી અંગે વધું એક કરાર કર્યો છે. ભારત ઈઝરાયેલ પાસેથી 100 સ્પાઈસ બોમ્બ ખરીદશે. 

ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં આ ઘાતક સ્પાઈસ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ત્યારે એરફોર્સે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં જૈશના આતંકી કેમ્પો પર સ્પાઈસ બોમ્બ વરસાવ્યાં હતાં. ઈઝરાયેલ સાથે ભારતે લગભગ 300 કરોડની આ ડીલ કરી છે. આ અગાઉ ભારત પોતાની સેનાની વ્યૂહાત્મક શક્તિ વધારવા માટે આધુનિક પિસ્તોલની ખરીદીની ડીલ કરી ચૂક્યુ છે. 

જુઓ LIVE TV

ભારત તાકાત વધારી રહ્યું છે
ભારત હવે દક્ષિણ પૂર્વ એશિયા અને ખાડીના દેશોને મિસાઈલોની પહેલી ખેપની નિકાસ કરવા જઈ રહ્યું છે. બ્રહ્મોસ એરોસ્પેસના એચઆર કોમોડર એસ કે ઐય્યરે  કહ્યું કે સરકારો વચ્ચે કરાર બાદ પહેલીવાર મિસાઈલોને એક્સપોર્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અનેક દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ આપણી મિસાઈલોને ખરીદવા માટે તત્પર છે. ઈમડેક્સ એશિયા 2019માં તેમણે કહ્યું કે આ અમારી પહેલી નિકાસ હશે. આ સાથે જ આપણી મિસાઈલોમાં ખાડી દેશ પણ રસ દાખવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news