ક્રિકબઝે પસંદ કરી દાયકાની વનડે ટીમ- કેપ્ટન બન્યો વિરાટ કોહલી

ક્રિકબઝે વિરાટ કોહલીને પોતાની આ દાયકાની વનડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. એમએસ ધોનીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી, પરંતુ રોહિત શર્માને જરૂર ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સોંપવામાં આવી છે. 
 

ક્રિકબઝે પસંદ કરી દાયકાની વનડે ટીમ- કેપ્ટન બન્યો વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ક્રિકેટની જાણીતી વેબસાઇટ-ક્રિકબઝ (cricbuzz.com)એ વિરાટ કોહલીને (virat kohli) પોતાની આ દાયકાની વનડે ટીમનો (odi team of decade) કેપ્ટન બનાવ્યો છે. એમએસ ધોનીને આ ટીમમાં જગ્યા મળી નથી પરંતુ રોહિત શર્માને જરૂર ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમમાં ભારતના માત્ર બે ખેલાડી છે. 

સાઉથ આફ્રિકાના ત્રણ ખેલાડીઓ અને ન્યૂઝીલેન્ડના બે ખેલાડીએને સ્થાન મળ્યું છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશથી 1-1 ખેલાડીને પસંદ કરવામાં આવ્યા છે. રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી દક્ષિણ આફ્રિકાને હાશિમ અમલાને સોંપવામાં આવી છે. 

અમલા સિવાય તેના દેશના અબ્રાહમ ડિવિલિયર્સ અને લેગ સ્પિનર ઇમરાન તાહિરને આ ટીમમાં સ્થાન મળ્યું છે. બેટિંગમાં અનુભવને મહત્વ આપવામાં આવ્યું છે અને તેથી કીવી ટીમના પૂર્વ કેપ્ટન રોસ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યો છે. 

ધોની વિકેટકીપિંગના મામલામાં ઈંગ્લેન્ડના જોસ બટલરથી પાછળ રહ્યો છે. તો શાકિબ અલ હસનના રૂપમાં ટીમમાં એક ઓલરાઉન્ડર ખેલાડી છે. ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી શ્રીલંકાના લસિથ મલિંગા, ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટના શીરે છે. 

સાઉથ આફ્રિકાનો ઇમરાન તાહિર ટીમમાં એકમાત્ર નિષ્ણાંત સ્પિનર છે. તેની મદદ કરવા માટે ટીમમાં શાકિબ પણ છે. ક્રિકબઝની આ દાયકાની વનડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, હાશિમ અમલા, રોસ ટેલર, ડિવિલિયર્સ, શાકિબ અલ હસન, જોસ બટલર, મિશેલ સ્ટાર્ક, ઇમરાન તાહિર અને ટ્રેન્ટ બોલ્ટ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news