ઝાકળમાં પસાર કરી રાત, ઓસ્ટ્રેલિયા આ રીતે કરી રહ્યું છે ભારત વિરુદ્ધ સિરીઝની તૈયારી
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડ્સને કહ્યું કે, કોચ એન્ડ્રયૂ મેકડોનલ્ડે તે જાણવા માટે શનિવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં બહાર શિબિર લગાવી કે ઝાકળ ક્યા સમયે પડે છે.
Trending Photos
મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડ્સને (kane richardson) કહ્યું કે, કોચ એન્ડ્રયૂ મેકડોનલ્ડે તે જાણવા માટે શનિવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં બહાર શિબિર લગાવી કે ઝાકળ ક્યા સમયે પડે છે. રિચર્ડસને કહ્યું, 'એન્ડ્રયૂ મેકડોનલ્ડે અહીં ગત રાત શિબિર લગાવી જેથી તે જાણી શકાય કે ઝાકળ ક્યાં સમયે પડે છે. દરેક માત્ર અનુમાન લગાવી રહ્યાં છે. મને લાગે છે કે બધા તેની માટે તૈયાર છે.'
તેણે કહ્યું, 'અમે આજે ભીના બોલથી ટ્રેનિંગ કરીશું જેથી અમે ઝાકળમાં બોલિંગ કરવાનો અભ્યાસ કરી શકીએ. અમારે મેચ દિવસની રાહ જોવી પડશે અને જોવું પડશે. આ નવું નથી, અમારે ત્યાં ઘરેલૂ મેદાન પર પણ ઝાકળ પડે છે.' તેણે કહ્યું કે, વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ મંગળવારથી શરૂ થનારી ત્રણ મેચોની સિરીઝમાં ઘરેલૂ મેદાન પર પ્રબળ દાવેદાર છે.
બીજી વનડે રાજકોટ (17 જાન્યુઆરી) અને ત્રીજી (19 જાન્યુઆરી) બેંગલુરૂમાં રમાશે. રિચર્ડસને કહ્યું, 'મને લાગે છે કે ઘરેલૂ ટીમ હંમેશા પ્રબળ દાવેદાર હોય છે. મને લાગે છે કે ફિન્ચ (આરોન ફિન્ચ)એ કહ્યું હતું કે, કોઈ ટીમે અહીં સતત સિરીઝ જીતી નથી. આ મુશ્કેલ થવાનું છે.'
પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ભારતમાં સીમિત ઓવરોની સિરીઝમાં 0-2થી પાછળ રહીને વાપસી કરતા 3-2થી સિરીઝ જીતી હતી. તેણે કહ્યું, 'ભારત વિરુદ્ધ તેની જમીન પર રમવુ પડકારજનક હોય છે અને પાછલા વર્ષે જે થયું તે તેના માટે તૈયાર હશે. મનોબળ વધેલુ છે પરંતુ ઘરેલી ટીમ હંમેશા પ્રબળ દાવેદાર હોય છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે