Team India ને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ ખેલાડીએ 28ની ઉંમરમાં લીધી નિવૃતિ
અંડર-19 ટીમના કેપ્ટન રહી ચૂકેલા ઉન્મુક્ત ચંદે ભારતીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. તે અમેરિકા જવાની તૈયારીમાં છે. તેની કેપ્ટનશીપમાં ભારતે 2012માં અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: હાલના દિવસોમાં અનેક દેશોના ક્રિકેટર્સે અમેરિકા તરફથી રમવા માટે નિવૃતિ લીધી છે. આ કડીમાં શ્રીલંકા, પાકિસ્તાનના અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટરનો સમાવેશ થાય છે. હવે ભારતના એક મોટા ક્રિકેટરે નિવૃતિ લઈને અમેરિકા તરફથી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. આ ક્રિકેટરનું નામ ઉન્મુક્ત ચંદ છે. તેણે નિવૃતિની જાહેરાત કરી છે અને હવે તે અમેરિકા જવાની તૈયારીમાં છે. ઉન્મુક્ત ચંદ ભારતીય અંડર-19 ટીમનો કેપ્ટન રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં 2012માં ભારતે અંડર-19નો વર્લ્ડકપ જીત્યો હતો. ચંદે અંડર-19 ફાઈનલ મેચમાં અણનમ 111 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે ભારત-Aના કેપ્ટનના રૂપમાં પણ કમાન સંભાળી અને 2015 સુધી તે પદ સંભાળ્યું.
કેવી રહી કારકિર્દી:
28 વર્ષીય ઉન્મુક્તે ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ભારત A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2013ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે 30 સભ્યોની ટીમમાં જગ્યા મળી હતી. તે 2014 ટી-20 વર્લ્ડકપ માટે 30 સભ્યોની ટીમમાં પસંદ કરાયો હતો. પોતાની ડોમેસ્ટિક કારકિર્દીની શરૂઆત 2010માં દિલ્લીથી કરી હતી અને 8 સિઝન સુધી ટીમ માટે રહ્યો. તે દિલ્લીની ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ઉન્મુક્ત ઉત્તરાખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી ચૂક્યો છે.
ઉન્મુક્તે ટ્વીટ કરીને કરી જાહેરાત:
ઉન્મુક્ત ચંદે ટ્વીટ કરીને પોતાની નિવૃતિની જાહેરાત કરતાં લખ્યું કે ક્રિકેટ એક યુનિવર્સલ રમત છે અને બની શકે કે અર્થ બદલાઈ જાય. પરંતુ ઉદ્દેશ્ય હંમેશા એક જ રહે છે અને તે છે - સર્વોચ્ય સ્તર પર રમવું. સાથે જ મારા તમામ સમર્થકો અને ચાહનારાનો આભાર. જેમણે હંમેશા મને દિલમાં જગ્યા આપી. તમે જેવા છો તેનાથી લોકો પ્રેમ કરે. તેનાથી શાનદાર કોઈ ભાવના ન હોય. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મારી પાસે એવા લોકો છે. બધાનો આભાર. આગામી અધ્યાય તરફ આગળ વધીએ.
T1- On to the next innings of my life #JaiHind🇮🇳 pic.twitter.com/fEEJ9xOdlt
— Unmukt Chand (@UnmuktChand9) August 13, 2021
ક્યાંનો રહેવાસી છે ઉન્મુક્ત ચંદ:
ઉન્મુક્ત ચંદ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના ખુદકુ ભાલ્યાનો રહેવાસી છે. ઉન્મુક્તે 6 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેની ક્રિકેટ કારકિર્દીમાં સૌથી મહત્વનો રોલ તેના કાકા સુંદર ચંદ ઠાકુરનો છે. ઉન્મુક્ત ચંદે ડીપીએસ અને મોડર્ન સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. અંડર-16,અંડર-16 અને અંડર-19 ક્રિકેટમાં તેણે દિલ્લીનું પ્રતિનિધિત્વ કર્યું.
કેવી રહી ઉન્મુક્તની કારકિર્દી:
ઉન્મુક્તે 67 ફર્સ્ટ ક્લાસ મેચમાં 31.57ની એવરેજથી 3379 રન બનાવ્યા. જેમાં તેણે આઠ સદી અને 16 ફિફ્ટી ફટકારી. 120 લિસ્ટ એ મેચમાં 41.33ની એવરેજથી 4505 રન બનાવ્યા. આ ફોર્મેટમાં સાત સદી અને 32 અર્ધસદીનો સમાવેશ થાય છે. આઈપીએલમાં તેણે 21 મેચમાં 300 રન ફટકાર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે