ટ્રેનિંગ દરમિયાન વિજેન્દ્ર ઈજાગ્રસ્ત, અમેરિકામાં પર્દાપણ ટળ્યું
ભારતના સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહનું 12 એપ્રિલે થનારૂ અમેરિકામાં બહુપ્રતિક્ષિત પર્દાપણ સોમવારે ટળી ગયું જ્યારે લોસ એન્જિલીસમાં પ્રક્ટિસ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહનું 12 એપ્રિલે થનારૂ અમેરિકામાં બહુપ્રતિક્ષિત પર્દાપણ સોમવારે ટળી ગયું જ્યારે લોસ એન્જિલીસમાં પ્રક્ટિસ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બોક્સિંગમાં ભારતને પ્રથમ ઓલમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા 33 વર્ષના વિજેન્દરે વેસિલી લોમાચેનકો-એન્થોની ક્રોલા અન્ડરકાર્ડમાં સ્ટેપલસ સેન્ટરમાં અમેરિકામાં પર્દાપણ કરવાનું હતું. આ આઠ રાઉન્ડનો મુકાબલો હતો જેમાં તેના વિરોધી પર હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
વિજેન્દરે પોતાના ટ્રેનિંગ બેસથી જણાવ્યું, 'શુક્રવારે પ્રેક્ટિસ સત્ર દરમિયાન હું ઈજાગ્રસ્ત થયો.' મારી ડાબી આંખમાં બે પ્રકારના ટાંકા આવ્યા છે અને ડોક્ટરોએ કહ્યું કે, આગામી શુક્રવારે તે બહારના ટાંકાને હટાવી દેશે. વિજેન્દ્ર 10 મેચોમાં પોતાના પ્રોફેશનલ કરિયર દરમિયાન અત્યાર સુધી અજેય રહ્યો છે અને આ દરમિયાન તેણે ડબ્લ્યૂ એશિયા પેસેફિક સુપર વેલ્ટરવેટનું ટાઇટલ પણ જીત્યું છે. તે 2015માં પ્રોફેશનલ બોક્સર બન્યો હતો.
There’s a bad news for my fans,I got injured during the sparring session and sustained six stitches on my left eyebrow.
Unfortunately will not be able to fight on 12th April in LA(USA).
रुक जाना नहीं है हमें हार के,काटों पे चलके ही मिलेंगे साये बहार के 🙏 pic.twitter.com/0RQiBssLYt
— Vijender Singh (@boxervijender) March 25, 2019
વિજેન્દરે કહ્યું, હું જે બોક્સરની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો તેનું નામ મને ખબર નથી, પરંતુ તેની કોણી મને વાગી છે. આ પ્રકારની વસ્તુથી પાછળ હટવું નિરાશાજનક છે પરંતુ મને વિશ્વાસ છે કે ભગવાન જે કરે છે તે યોગ્ય કરે છે. તેથી મને આશા છે કે, તેમની પાસે મારા માટે સારી યોજના છે.
તે પૂછવા પર કે શું અમેરિકામાં તેના પર્દાપણ મુકાબલાનો નવો કાર્યક્રમ તૈયાર કરી લેવામાં આવ્યો છે, હરિયાણાના આ બોક્સરે કહ્યું, હું ઈજામાંથી ફીટ થયા બાદ તેનો ખ્યાલ આવશે. તેમાં થોડો સમય લાગશે. મારા ટ્રેનર (ફેડી રોચ) તે યુવકથી ઘણા નારાજ હતા, જેણે ભૂલથી મને હિટ કર્યો. પરંતુ આ જીવનનો ભાગ છે અને હું નિરાશ થતો નથી. તેણે કહ્યું, કારણ કે તે સિવાય હું અહીં ટ્રેનિંગનો આનંદ માણી રહ્યો છું. હું અહીં મારૂ નામ બનાવવાને લઈને ઉત્સાહિત છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે