બેન સ્ટોક્સે આ મેદાનની પિચને ગણાવી 'કચરો', IPL 2021 પર વ્યક્ત કરી ચિંતા
ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા દરમિયાન પિચ ખુબ સ્લો રહી. તેવામાં બેન સ્ટોક્સે પિચને કચરો ગણાવતા કહ્યુ કે, તેને આશા છે કે આ કારણે આઈપીએલની સીઝન બેકાર થશે નહીં. સ્ટોક્સ રાજસ્થાન માટે માત્ર એક મેચ રમી શક્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ (RR) ના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben stokes) ઈજાને કારણે આઈપીએલ-2021માંથી બહાર થઈ ગયો છે અને પોતાના દેશ પરત ફર્યો છે. છતાં તેની નજર આઈપીએલની 14મી સીઝન પર છે. ઈંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર આઈપીએલની દરેક મેચ પર પોતાની નજર રાખે છે. આ કારણ છે કે સ્ટોક્સે ચેન્નઈની પિચને કચરો ગણાવી છે, કારણ કે તે મેદાન પર મોટો સ્કોર બની રહ્યો નથી. ત્યાં 160-170 રન પણ કોઈ ટીમ બનાવી શકતી નથી.
શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ (MI vs PBKS) વચ્ચે રમાયેલા મુકાબલામાં પંજાબે મુંબઈને 9 વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા દરમિયાન પિચ ખુબ સ્લો રહી. તેવામાં બેન સ્ટોક્સે પિચને કચરો ગણાવતા કહ્યુ કે, તેને આશા છે કે આ કારણે આઈપીએલની સીઝન બેકાર થશે નહીં. સ્ટોક્સ રાજસ્થાન માટે માત્ર એક મેચ રમી શક્યો હતો.
Hope the wickets don’t get worse as the @IPL gets deeper into the tournament..160/170 minimum not scraping to 130/140 cause the wickets are trash..
— Ben Stokes (@benstokes38) April 23, 2021
બેન સ્ટોક્સે ટ્વીટ કરી કહ્યુ, 'તેને આશા છે કે વિકેટ આઈપીએલ 2021ની સીઝનને બેકાર નહીં કરે, જેમ-જેમ આ ટૂર્નામેન્ટ આગળ વધશે. કોઈપણ વિકેટ પર ઓછામાં ઓછો 160-170નો સ્કોર બનજો જોઈએ. આ 130થી 140 વચ્ચે બની રહ્યાં છે જે કચરા વિકેટને કારણે છે.' શુક્રવારે રમાયેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. પંજાબે 17.2 ઓવરમાં આ લક્ષ્યને હાસિલ કરી લીધો હતો.
બેન સ્ટોક્સ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પણ ચેન્નઈની પિચને લઈને સવાલ ઉઠાવી ચુક્યો છે. વોર્નરે પિચને ચોંકાવનારી ગણાવી હતી કારણ કે જ્યારે તે બેટિંગ કરવા ઉતર્યો તો પિચ ધીમી થઈ ગઈ હતી. બાદમાં વોર્નરે તે પણ સ્વીકાર કર્યો કે ક્યૂરેટરોની પાસે સારી વિકેટ તૈયાર કરવા વધુ સમય નથી, કારણ કે આઈપીએલ 2021ના મુકાબલા સતત રમાઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે