રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સને મંજૂરી, 3 લાખ વોઇલનું થશે ઉત્પાદન
રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ જણાવ્યું હતું કે રેમડેસિવીર (Remdesivir) ના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સને 12 એપ્રિલથી મંજૂરી આપી દેવાઈ છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેરથી આખા દેશમાં હાહાકાર છે. દરરોજ ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે. કોરોના સંક્રમણના લીધે રેમડેસિવિર ઇંજેક્શનની ભારે માંગ અને તેની અછત સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જોકે સરકારની કોરોનાના સારવારમાં ઉપયોગી ઉપયોગી રેમડેસિવિર (Remdesivir) પ્રોડ્ક્શન વધારવાની યોજના છે.
રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ જણાવ્યું હતું કે રેમડેસિવીર (Remdesivir) ના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સને 12 એપ્રિલથી મંજૂરી આપી દેવાઈ છે.
Since 12th April, 25 new manufacturing sites for #Remdesivir's production have been approved.
Production capacity is now ramped up to ≥90 lakhs vials per month, earlier it was 40 lakhs vials/month.(1/2)
— Mansukh Mandaviya (@mansukhmandviya) April 23, 2021
તેમણે કહ્યું હતું, ”ઉત્પાદન ક્ષમતા હવે પ્રતિ માસ ≥90 લાખ વાયલ્સ સુધી વધી ગઈ છે, અગાઉ તે 40 લાખ વાયલ્સ/મહિના હતી. ટૂંક સમયમાં જ 3 લાખ વાયલ્સ /દિવસનું ઉત્પાદન કરવામાં આવશે. દૈનિક રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે. અમે રેમડેસિવીરની સપ્લાઈ કરવામાં કોઈ કસર નહીં છોડીએ.”
વર્લ્ડોમીટરના અનુસાર શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં ભારતમાં 345,147 નવા કોરોના સંક્રમિત મળ્યા હત. આ દરમિયાન દેશમાં સંક્રમણના લીધે 2621 કોરોના દર્દીઓના મોત થયા છે. સતત એક અઠવાડિયાથી દરરોજ મૃતકોનો આંકડો પણ ચિંતા વધારી રહ્યો છે.
25 લાખથી વધુ એક્ટિવ કેસ
દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 66 લાખને પાર થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો લગભગ 25 લાખ પહોંચી ગયો છે. દેશમાં કોરોના સંક્રમણના લીધે થનાર મોતની વાત કરીએ તો આ આંકડો 1,89,549 પહોંચી ગયો છે.
રિકવરી રેટ 83%
કોરોના સંક્રમિત લોકોના સાજા થવાનો દર ઘટીને 83.5 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર આ બિમારીથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 1,38,62,119 થઇ ગઇ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યું દર ઘટીને 1.1 ટકા રહી ગયો છે.
અડધાથી વધુ સંક્રમિત આ રાજ્યોમાં
નવા આંકડા અનુસાર દેશમાં કોરોનાના 60 ટકથી વધુ નવા સંક્રમિત કેસ ફક્ત સાત રાજ્યોમાંથી સામે આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર સતત ટોપ પર છે. ત્યારબાદ બીજા નંબર પર યૂપી છે. તો દિલ્હી ત્રીજા નંબર પર છે ત્યારબાદ કર્ણાટક, કેરલ, રાજસ્થાન અને છત્તીસગઢ એટલે કે આ 7 રાજ્યોમાં કુલ સંક્રમિતોના 60. 24 ટકા કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે