B'day Special: વિરાટ તોડી શકે છે આગામી એક વર્ષમાં આ રેકોર્ડ, સચિન કરતાં આટલું છે અંતર
ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મંગળવારે 31 વર્ષના થઇ રહ્યા છે. ગત કેટલાક વર્ષોથી વિરાટ કોહલી દર વર્ષે સારું પરર્ફોમન્સ કરી રહ્યા છે અને દર વર્ષે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે. આ વર્ષે વિરાટ આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) જીતવામાં ભલે નિષ્ફળ રહ્યા, પરંતુ તેમછતાં પણ તેમણે ઘણી ઉપલબ્ધિઓ પોતાના નામે કરી.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મંગળવારે 31 વર્ષના થઇ રહ્યા છે. ગત કેટલાક વર્ષોથી વિરાટ કોહલી દર વર્ષે સારું પરર્ફોમન્સ કરી રહ્યા છે અને દર વર્ષે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે. આ વર્ષે વિરાટ આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) જીતવામાં ભલે નિષ્ફળ રહ્યા, પરંતુ તેમછતાં પણ તેમણે ઘણી ઉપલબ્ધિઓ પોતાના નામે કરી. તેમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતવાથી માંડીને વિદેશોમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન બનવા સફળ છે. આ વર્ષે પણ વિરાટની નજર ઘણા રેકોર્ડ પર છે.
શું છે વિરાટનો રેકોર્ડ પણ
વિરાટ કોહલીએ અત્યાર સુધી 82 ટેસ્ટ, 239 વંડે અને 72 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. ટેસ્ટમાં તે 26 સદી અને 22 ફિફ્ટી લગાવીને 54.11ની સરેરાશ 7066 રન બનાવી ચૂક્યા છે. તો બીજી તરફ વનડેની 230 ઇનિંગમાં તેમના નામે 43 સેન્ચુરી અને 54 હાફ સેન્ચુરીની સાથે 11520 રન છે જેમાં સરેરાશ સરેરાશ 60.31 છે. ટી20 ઇન્ટરનેશનલમાં તે 2450 રન બનાવી ચૂક્યા છે અને દુનિયામાં સૌથી વધુ ટી20 ઇન્ટરનેશનલ રન બનાવવામાં રોહિત સાથે કાંટાની ટક્કરનો મુકાબલો ચાલી રહ્યો છે. વિરાટના ફોર્મ અને તેમની ગતિને જોતાં લોકો તેમની તુલના સીધી સચિન તેંડુલકર સાથે કરે છે જેના નામે 49 વનડે અને 51 ટેસ્ટ સદી છે.
તો હવે આગળ શું
વિઋઆટે પોતાના આગામી જન્મદિવસ સુધી 12 વનડે, બે ટેસ્ટ મેચ, અને 15 ટી20 મેચ રમવાની છે. આ વર્ષે આ પ્રકારનું શેડ્યૂલ આગામી વર્ષે યોજાનારી ટી20 વર્લ્ડકપના લીધે થઇ રહ્યું છે જે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં શરૂ થશે. એટલા માટે વધુમાં વધુ ટીમો ટી20 ક્રિકેટ રમવા પર વધુ ભાર મુકી રહી છે. એટલા માટે ટીમ ઇન્ડીયા વર્ષમાં ફક્ત બે ટેસ્ટ રમશે.
કયો રેકોર્ડ તોડી શકે છે વિરાટ
વિરાટના નામે વનડે ટેસ્ટ અને ટી20માં કુલ 69 સદી છે. તે રિકી પોઇન્ટિંગના કુલ 71 સદીથી ફક્ત બે સદી દૂર છે. વિરાટના ફોર્મને જોતાં લાગે છે કે તે સરળતાથી પોટિંગને પાછળ છોડી દેશે. તો બીજી તરફ વનડેમાં 43 સદી ફટકારી ચુક્યા છે. તે સૌથી વધુ વનડે સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરથી ફક્ત છ સદી દૂર છે. વિરાટ માટે આ રેકોર્ડ તોડવા માટે ફક્ત 12 વનડે છે જેમાં મોટાભાગની ઘરેલૂ મેદાન પર છે. વિરાટ માટે આ રેકોર્ડ તોડવો અશક્ય નથી તો સરળ પણ નથી.
સૌથી વધુ રન?
ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં વિરાટ અને રોહિતની કાંટાની ટક્કર ચાલી રહી છે. વિરાટના નામે અત્યારે 2450 રન છે તો રોહિત તેમનાથી બે રન આગળ છે. અહીં બંને વચ્ચે આકરો મુકાબલો મળી શકે છે. તો બીજી તરફ વનડેમાં વિરાટના 11520 રન છે અને તે જૈક કાલિસથી 59 રન, ઇંઝમામ ઉલ હકથી 219 રન અને શ્રીલંકાના મેહિલા જયવર્ધન કરતાં 1620 રન દૂર છે. તે કાલિસને તે પાછળ છોડી દેશે, ઇંઝમામને પણ પાછળ છોડી શકે છે, પરંતુ જયવર્ધે સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. તો બ્રાયન લારાથી તે બધા ફોર્મેલના કુલ રનથી 1322 રન પાછળ છે. અને આ મામલે રાહુલ દ્વવિડથી 3172 રન પાછળ છે.
ફિટનેસમાં આજેપણ પણ લાજવાબ
વિરાટે પણ ગત મહિને પણ જાહેરાત કરી હતી કે તે હવે વેગન થઇ ગયા છે, એટલે કે સંપૂર્ણપણે શાકાહારી થઇને તેનાથી એક ડગલું આગળ નિકળી ગયા છે. વિરાટ હવે શાકાહારી થતાં જ તે બધા ઉત્પાદનોએ દૂર રહેશે જેનો સંબંધ કોઇપણ પ્રકારના જાનવરો સાથે હોય છે. તેમાં દૂધ સંબંધી ઉત્પાદનો પણ સામેલ છે. તેમણે આ સાથે જ જાહેરાત કરી છે કે શાકાહારી થઇને તેમની ફિટનેસમાં કોઇ નકારાત્મક પ્રભાવ નહી પડે. ઘણા લોકોનું માનવું છે કે ઇંડા, દૂધ સહિત માંસાહાર છોડવાથી ખેલાડીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ વિરાટે આ પ્રકારની ધારણાને માત્ર મિથક ગણાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે