ગાંગુલીની તબીયત સ્થિર, એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટરે જણાવ્યું- ક્રિટિકલ હતું બ્લોકેજ
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત બગડી ત્યારબાદ તેમને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીની તબીયત આજે સવારે ખરાબ થઈ. રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલી જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા
Trending Photos
નવી દિલ્હી: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત બગડી ત્યારબાદ તેમને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીની તબીયત આજે સવારે ખરાબ થઈ. રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલી જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ જિમ સૌરવ ગાંગુલીના ઘરમાં જ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર શનિવાર સવારે તેઓ તેમના ઘરના જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો થયો. ત્યારબાદ પરિવારજનોએ તેમને તાત્કાલીક વુડલેન્ડ્સ હોસ્પિટલમાં એડમિટ કર્યા.
48 વર્ષીય સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. વુડલેન્ડ્સ હોસ્પિટલે નિવેદન જારી કરતા ખુશખબરી આપી છે કે, સૌરવ ગાંગુલીની સ્થિતિ હાલ સ્થિર છે. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી ત્યારબાદ હાર્ટની નસોમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું. હાલ સૌરવ ગાંગુલી એકદમ ઠીક છે. ભગવાનનો આભાર.
BCCI President Sourav Ganguly admitted to Woodland Hospital in Kolkata, West Bengal. More details awaited.
(file photo) pic.twitter.com/ps3mtE8tPJ
— ANI (@ANI) January 2, 2021
ક્રિટિકલ હતું બ્લોકેજ
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત હાલ સ્થિર છે. કોલકાતાના વુડલેન્ડ્સ હોસ્પિટલમાં તેમની સારવાર કરનાર ડો. આફતાબ ખાને જણાવ્યું છે કે, સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી થઈ છે. તેમની તબીયત અત્યારે સ્થિર છે. તેમના પર 24 કલાક નજર રાખવામાં આવશે. ત્યારે હવે તેઓ સંપૂર્ણ ભાનમાં છે. તેમના હાર્ટમાં બે બ્લોકેજ હતા. વુડલેન્ડ્સ હોસ્પિટલના સીઇઓ ડો. રુપાલી બાસુ અને ડો. સરોજ મંડલે જણાવ્યું કે, તેમના હાર્ટમાં બ્લોકેજ હતું. જે ક્રિટિકલ હતું. રાહતની વાત છે કે, તેમની તબીયત સ્થિર છે. તેમને સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે.
BCCI president and former India captain Sourav Ganguly rushed to hospital folowing chest pain: hospital sources
— Press Trust of India (@PTI_News) January 2, 2021
આ પહેલા ડોક્ટર્સે જણાવ્યું હતું કે, તેમને કાર્ડિયાક અરેસ્ટ આવી છે. સૌરવ ગાંગુલીનું હેલ્થ બુલેટિન જારી કરતા હોસ્પિટલે કહ્યુ હતું કે, સૌરવ ગાંગુલીને તેમના ઘરના જિમમાં ટ્રેડમિલ કરતા સમયે છાતીમાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બપોર 1 વાગ્યે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે તેમની પલ્સ 70/મિનિટ હતી અને બીપી 130/80 મિમી એચજી હતું. ECG અને ECO ટેસ્ટની રિપોર્ટ આવ્યા બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.
Sourav Ganguly has undergone angioplasty. He is stable now. He will be monitored for 24 hours. He is completely conscious. There are two blockages in his heart for which he will be treated: Dr Aftab Khan, Woodlands Hospital, Kolkata. pic.twitter.com/ackcaGwJKu
— ANI (@ANI) January 2, 2021
આ પહેલા પશ્ચિમ બંગાળ (West Bengal)ના સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee)એ ટ્વીટ કરી કહ્યું છે કે, સૌરવ ગાંગુલી વિશે સાંભળીને દુ:ખ થયું કે તેમને કાર્ડિયક અરેસ્ટ થયો છે. હું તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના તેમના અને તેમના પરિવાર સાથે છે.
Sad to hear that @SGanguly99 suffered a mild cardiac arrest and has been admitted to hospital.
Wishing him a speedy and full recovery. My thoughts and prayers are with him and his family!
— Mamata Banerjee (@MamataOfficial) January 2, 2021
સૌરવ ગાંગુલીની તબીયત ખરાબ થયા બાદ જેવા સમાચાર સામે આવ્યા તો સોશિયલ મીડિયા પર લોકો તેમના જલ્દી સ્વસ્થ થયાની પ્રાર્થનાઓ કરવા લાગ્યા. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન, બીસીસીઆઇ અને પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહવાગે પણ ગાંગુલીના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
Here's wishing the BCCI President @SGanguly99 a speedy recovery. https://t.co/EGTcOjtqxA
— BCCI (@BCCI) January 2, 2021
Dada , jaldi se theek hone ka.
Praying for your quick and speedy recovery @SGanguly99 .
— Virender Sehwag (@virendersehwag) January 2, 2021
Praying for your speedy recovery. Get well soon 🙏 @SGanguly99
— Virat Kohli (@imVkohli) January 2, 2021
Praying for your speedy recovery Dada @SGanguly99 🙏 Get well soon.
— Shikhar Dhawan (@SDhawan25) January 2, 2021
Wishing you a speedy recovery Dada @SGanguly99
— Anil Kumble (@anilkumble1074) January 2, 2021
Former India captain and current BCCI President Sourav Ganguly suffered a mild cardiac arrest earlier today. He is now in a stable condition.
We wish him a speedy recovery! pic.twitter.com/HkiwFhjyih
— ICC (@ICC) January 2, 2021
પ્રાપ્ત જાણકારી અનુસાર જ્યારે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) જિમમાં હતા ત્યારે તેમને ચક્કર આવ્યા ત્યારબાદ કેટલાક ટેસ્ટ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૌરવ ગાંગુલીના કરિયરમાં 113 ટેસ્ટ, 311 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમના નામે વન ડેમાં 11,363 અને ટેસ્ટ કરિયરમાં કુલ 7,212 રન નોંધાયેલા છે. એટલું જ નહીં વન ડે ક્રિકેટમાં તેમણે 100 વિકેટ પણ લીધી છે. જેમાં 2 વખત 5 વિકેટ પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે