રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ, રોહિત સહિત 5 ખેલાડી ક્વોરેન્ટાઇન, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે તપાસ
એક તરફ જ્યાં બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના કોવિડ-19 પ્રોટોકોલ્સ તોડવાના સમાચારોને બકવાસ ગણાવ્યા છે તો બીજીતરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, તમામ 5 ક્રિકેટરોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
Trending Photos
મેલબોર્નઃ એક તરફ જ્યાં બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના કોવિડ-19 પ્રોટોકોલ્સ તોડવાના સમાચારોને બકવાસ ગણાવ્યા છે તો બીજીતરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, તમામ 5 ક્રિકેટરોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ભારતના રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈનીને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ શનિવારે મીડિયામાં આવેલા સમાચારોને બકવાસ ગણાવ્યા હતા જ્યાં એક રેસ્ટોરન્ટમાં બહાર જઈને ભોજન કરવા માટે કેટલાક ભારતીય ક્રિકેટરોના કોવિડ-19ના નિયમોના ભંગની તપાસ કરી રહ્યું છે.
આ તમામ વસ્તુની શરૂઆત તે સમયે થઈ જ્યારે નવલદીપ સિંહ નામના એક પ્રશંસકો ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, રિષભ પંત, નવદીપ સૈની અને શુભમન ગિલની એક રેસ્ટોરન્ટમાં ભોજન કરતી તસવીરો અને વીડિયો ટ્વીટ કર્યા હતા.
Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF
— Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021
બીસીસીઆઈએ તેને ઓસ્ટ્રેલિયાના મીડિયાના એક સમૂહને દુર્ભાવનાપૂર્ણ પ્રયાસ ગણાવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મહેમાન ટીમ કોવિડ-19ના નિયમોને સારી રીતે જાણે છે અને તેણે કોઈ નિયમનો ભંગ કર્યો નથી. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું, નહીં, જૈવિક રૂપથી સુરક્ષિત નિયમોનું કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. ટીમ સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ નિયમોથી વાકેફ છે.
રેસ્ટોરન્ટમાં ખેલાડીઓની નજીક બેસવાનો દાવો કરનાર પ્રશંસકે બાદમાં ભ્રમ પેદા કરવા માટે માફી માગી હતી. પ્રશંસકે દાવો કર્યો હતો કે ખેલાડીઓએ ભોજનનું બિલ ચુકવ્યા બાદ પંતે તેને ગળે લગાવ્યો હતો. નિયમો અનુસાર ખેલાડીઓને બહાર જવાની મંજૂરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે