નહીં હટે ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજ! BCCIની ચીઠ્ઠી બાદ નરમ પડ્યું ICC

ધોનીના મોજા પર બલિદાન બેજના નિશાનને લઈને બીસીસીઆઈ અને આઈસીસી આમને-સામને છે. આઈસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સમાંથી બલિદાન બેજ હટાવવાનું કહ્યું હતું. 

 નહીં હટે ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજ! BCCIની ચીઠ્ઠી બાદ નરમ પડ્યું ICC

નવી દિલ્હીઃ ધોનીના ગ્લવ્સ પર 'બલિદાન બેજ'ના નિશાનને લઈને બીસીસીઆઈ અને આઈસીસી આમને-સામને છે. આઈસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સમાંથી બલિદાન બેજનું નિશાન હટાવવાનું કહ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઈ માહીના સમર્થનમાં આવ્યું છે. બીસીસીઆઈના સીઓએ ચીફ વિનોદ રાયે કહ્યું, અમે આઈસીસીને એમએસ ધોનીને તેના ગ્લવ્સ પર બલિદાન પહેરવા માટે મંજૂરી માટે પહેલા જ ચીઠ્ઠી લખી ચુક્યા છીએ. 

ત્યારબાદ આઈસીસી હવે બીસીસીઆઈની સામે ઝુકી શકે છે. આઈસીસી સૂત્રો પ્રમાણે જો એમએસ ધોની અને બીસીસીઆઈ આઈસીસીને તે નક્કી કરે કે 'બલિદાન બેજ'માં કોઈ રાજકીય, ધાર્મિક કે વંશીય સંદેશ નથી તો આઈસીસી આ વિનંતી પર વિચાર કરી શકે છે. 

આ પહેલા બીસીસીઆઈના સીઓએ ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે, અમે અમારા ખેલાડીઓની સાથે છીએ. ધોનીના ગ્લવ્સ પર જે નિશાન છે, તે કોઈ ધર્મનું પ્રતીક નથી અને ન તે કોમર્શિયલ છે. વિનોદ રાયે કહ્યું, અમે આઈસીસીને એમએસ ધોનીને તેના ગ્લવ્સ પર બલિદાન પહેરવાની મંજૂરી માટે પહેલા ચીઠ્ઠી લખી છે. 

રાજીવ શુક્લાએ કહ્યું, ધોનીએ કંઇ ખોટ્ટુ કર્યું નથી. આઈસીસી માત્ર કોમર્શિયલ એન્ડોર્સમેન્ટ માટે શાસન કરે છે. બીસીસીઆઈએ તેના પર આઈસીસીને પત્ર લખીને સારૂ કર્યું છે. આઈસીસીના કોઈપણ નિયમનો તેણે ભંગ કર્યો નથી. વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં ધોનીએ જે ગ્લવ્સ પહેરા હતા તેના પર સેનાના બલિદાનનું બેજ બનેલું હતું. તેના પર આઈસીસીએ બીસીસીઆઈને અપીલ કરી હતી કે તે ધોનીના ગ્લવ્સ પરથી લોગો હટાવવાનું કહે. 

શું છે મામલો
કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. જ્યારે ધોનીના ગ્લબ્સ પર ખાસ ફોર્સના ખંજર વાળો લોગો કેમેરા પર છવાયો તો તેને ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોનીના ફેન્સે ધોનીની આ મોજાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું અને તેની ખુબ પ્રશંસા કરી હતી. 

શું છે બલિદાન બેજ?
પેરાશૂટ રેજિમેન્ટના વિશેષ દળોની પાસે તેના અલગ બેજ હોય છે, જેને બલિદાનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ બેજમાં બલિદાન શબ્દને દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યો છે. આ બેજ ચાંદીની ધાતુથી બનેલો હોય છે, જેમાં ઉપરની તરફ પ્લાસ્ટિકનું લંબચોરસ હોય છે. આ બેજ માત્ર પેરા-કમાન્ડો દ્વારા પહેરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news