Inter Course પછી મહિલાઓ ભૂલથી પણ ના કરે આવી ભૂલ, મૂકાઇ શકો છો મુશ્કેલી

ઈન્ટરકોર્સ (Inter Course) બાદ કરવામાં આવેલી અનેક ભૂલના કારણે તમને ઈન્ફેક્શન (Infection) થવાનો ખતરો પણ રહે છે અને આ ભૂલ ગંભીર રોગને આમંત્રણ આપે છે.

Inter Course પછી મહિલાઓ ભૂલથી પણ ના કરે આવી ભૂલ, મૂકાઇ શકો છો મુશ્કેલી

નવી દિલ્હી: તમારા લગ્નજીવન દરમિયાન દંપતી વચ્ચે ઘનિષ્ઠતા હોવી જરૂરી છે. જેનાથી દંપતી વચ્ચે પ્રેમ વધતો રહે. પણ બંને વચ્ચે ગાઢ પ્રેમની સાથે મહિલાઓ માટે એ પણ જરૂરી છે કે તે પોતાની સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખે. અનેક વખત ઈન્ટરકોર્સ (Inter Course) દરમિયાન મહિલાઓ એવી ભૂલ કરી દે છે જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઈન્ટરકોર્સ (Inter Course) બાદ કરવામાં આવેલી અનેક ભૂલના કારણે તમને ઈન્ફેક્શન (Infection) થવાનો ખતરો પણ રહે છે અને આ ભૂલ ગંભીર રોગને આમંત્રણ આપે છે. એટલે આજે અમે તેમને જણાવવા માગીએ છીએ કે ઈન્ટરકોર્સ (Inter Course) પછી તમારે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

હાથ ધોવા
ઈન્ટરકોર્સ પછી જરૂર હોય છે તમે તમારા હાથ, મોં, નાકને સારી રીતે ધોવો, આવું એટલા માટે કારણ કે ઈન્ટરકોર્સ (Inter Course) દરમિયાન હાથ પ્રાઈવેટ પાર્ટસ (Private Part) ના સંપર્કમાં આવે છે જેનાથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે.

ટાઈટ કપડાં ના પહેરો
જો તમે ઈન્ટરકોર્સ (Inter Course) પછી ટાઈટ કપડા પહેરો છો તો મુસીબત થઈ શકે છે, હકીકતમાં આ દરમિયાન શરીરનું તાપમાન વધી જાય છે અને પરસેવો વધુ નીકળે છે. આવામાં ટાઈટ કપડા પહેરવાથી પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ એલર્જી થઈ શકે છે.

પ્રાઈવેટ પાર્ટની સફાઈ
ઈન્ટરકોર્સ (Inter Course) પછી મહિલાઓ પોતાના પ્રાઈવેટ પાર્ટની સફાઈ નથી કરતી. અથવા તો કેટલીક મહિલાઓ સાબુથી પ્રાઈવેટ પાર્ટ સાફ કરે છે. એવું ના કરવું જોઈએ. આવી આદતના કારણે કોઈ મુસીબતનો સામનો કરવો પડી શકે છે. એવામાં ઈન્ટરકોર્સ પછી થોડા હૂંફાળા પાણીથી અથવા ઈન્ટિમેટ વોશથી પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ, એલર્જી થઈ શકે છે.

વેટ વાઈપ્સ
ઈન્ટરકોર્સ (Inter Course) પછી પ્રાઈવેટ પાર્ટ્સની (Private Parts) સફાઈ માટે વેટ વાઈપ્સનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. વેટ વાઈપ્સમાં કેમિકલ અને આર્ટિફિશિયલ સુગંધ હોય છે જેનાથી એલર્જી અને રેશિશ થઈ શકે છે.

યૂરિન પાસ કરવુ
મહિલાઓ અથવા પુરુષોએ ઈન્ટરકોર્સ (Inter Course) પછી પેશાબ નથી કરતા. જેનાથી પ્રાઈવેટ પાર્ટમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હાજર રહે છે જેનાથી યૂરિનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news