એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો ડંકો, બજરંગ પૂનિયાએ જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો ડંકો, બજરંગ પૂનિયાએ જીત્યો ગોલ્ડ મેડલ

શિયાનઃ ચીનના શિયાનમાં ચાલી રહેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં વિશ્વના નંબર-1 રેસલર બજરંગ પૂનિયાએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 65 કિલો વર્ગમાં બજરંગ પૂનિયાએ કઝાકિસ્તાનના સાયાતબેક ઓકાસોવને 12-7થી હરાવીને ગોલ્ડ પર કબજો કર્યો હતો. શરૂઆતમાં બજરંગ કઝાકિસ્તાનના રેસલર સામે 2-5થી પાછળ હતો, પરંતુ ત્યારબાદ તેણે શાનદાર વાપસી કરતા મેચને 12-7થી પોતાના નામે કરી હતી. 

બજરંગે પ્રથમ રાઉન્ડમાં શ્રીલંકાના ફર્નાંડોને 10-0 અને ક્વાર્ટર ફાઇનલમાં ઈરાની રેસલર પેઈમૈન બિયોકાગા બિયાબાનીને 6-0થી હરાવ્યો હતો. ત્યારબાદ બજરંગે ઉઝ્બેકિસ્તાનના સિરોજિદિન ખાસાનોવને 12-1થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news