Bajrang Punia એ ગોલ્ડ મેડલ જીતી નંબર વનનું સ્થાન હાસિલ કર્યું, કાલીરમણને બ્રોન્ઝ

ભારતના રેસલર બજરંગ પુનિયાએ રોમમાં રમાયેલ માતેઓ પાલિકોન રેન્કિંગ 65 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. બજરંગે ફાઇનલમાં મંગોલિયાના તુલ્ગા તુમુર ઓચિરને 2-2થી હરાવ્યો હતો. 

Bajrang Punia એ ગોલ્ડ મેડલ જીતી નંબર વનનું સ્થાન હાસિલ કર્યું, કાલીરમણને બ્રોન્ઝ

રોમઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની તૈયારીમાં લાગેલા ભારતીય રેસલર બજરંગ પુનિયા (Bajrang punia) એ અંતિમ 30 સેકેન્ડમાં બે પોઈન્ટ મેળવી માટિયો પેલિકોન રેન્કિંગ કુશ્તી સિરીઝમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના ટાઇટલનો બચાવ કર્યો જેથી તેણે પોતાના વજન વર્ગમાં ફરીથી નંબર-1 નું સ્થાન હાસિલ કરી લીધું છે. 

મંગોલિયાના તુલ્ગા તુમૂર ઓચિર વિરુદ્ધ 65 કિલોની ફાઇનલમાં બજરંગ  અંતિમ ક્ષણો સુધી 0-2થી પાછળ ચાલી રહ્યો હતો પરંતુ અંતિમ 30 સેકેન્ડમાં તેણે બે પોઈન્ટ બનાવી સ્કોર બરાબર કરી લીધો. રવિવારે રમાયેલા આ મુકાબલામાં  ભારતીય રેસલરે અંતિમ પોઈન્ટ બનાવ્યા હતા અને તે આધાર પર તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો.

બજરંગ આ સ્પર્ધા પહેલા પોતાના વજન વર્ગની રેન્કિંગમાં બીજા સ્થાને હતો પરંતુ અહીં 14 પોઈન્ટ હાસિલ કરી તે ટોપ પર પહોંચી ગયો. તારા રેન્કિંગ માત્ર આ ટૂર્નામેન્ટના પરિણામ પર આધારિત છે અને તેથી ગોલ્ડ મેડલ જીતનાર રેસલર નંબર એકનું રેન્કિંગ હાસિલ કરી રહ્યો છે.

વિશાલ કાલીરમણે બિન ઓલિમ્પિક વર્ગ 70 કિલોમાં પ્રભાવિત કર્યા. તેણે કઝાખસ્તાનના સીરબાજ તાલગતને 5-1થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. આ વચ્ચે ચાર વર્ષના ડોપિંગ પ્રતિબંધ બાદ પ્રોફેશનલ કુશ્તીમાં વાપસી કરનાર નરસિંગ પંચમ યાદવ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં કઝાખસ્તાનના દાનિયાર કૈસાનોવ સામે હારી ગયો. 

ભારતે વર્ષની આ પ્રથમ રેન્કિંગ સિરીઝમાં સાત મેડલ જીત્યા. મહિલા વર્ગમાં વિનેશ ફોગાટે ગોલ્ડ અને સરિતા મોરે સિલ્વર મેડલ જીત્યો હતો. ગ્રીકો રોમનના રેસલર નીરજ (63 કિલો), કુલદીપ મલિક (72 કિલો) અને નવીન (130 કિલો) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news