International Women's Day: સંસદમાં ઉઠ્યો મહિલા અનામતનો મુદ્દો, જાણો કોણે શું કહ્યું? 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આજે સંસદમાં એકવાર ફરીથી મહિલા અનામતની માગણી ઉઠી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં મહિલા સાંસદોએ મહિલાઓના હકમાં અવાજ ઉઠાવ્યો અને મહિલા અનામતની વાત કરી. 
International Women's Day: સંસદમાં ઉઠ્યો મહિલા અનામતનો મુદ્દો, જાણો કોણે શું કહ્યું? 

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આજે સંસદમાં એકવાર ફરીથી મહિલા અનામતની માગણી ઉઠી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં મહિલા સાંસદોએ મહિલાઓના હકમાં અવાજ ઉઠાવ્યો અને મહિલા અનામતની વાત કરી. 

મહિલા દિવસ પર સૌથી પહેલા મહિલાઓને બોલવાની તક
સદનની કાર્યવાહી શરૂ થયા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સૌથી પહેલા મહિલાઓને બોલવાની તક આપવામાં આવી. આ દરમિયાન ભાજપના સાંસદ સરોજ પાંડેએ કહ્યું કે મોદી રાજમાં મહિલાઓ સશક્ત થઈ છે. આ બાજુ ભાજપના સાંસદ સોનલ માનસિંહે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાની પણ વાત કરી. આ ઉપરાંત એનસીપીના સાંસદ ફૌઝિયા ખાને સંસદમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માગણી કરી તો શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે 24 વર્ષ પહેલા 33 ટકા અનામતનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. હવે તેને 50 ટકા કરવો જોઈએ. 

એનસીપી સાંસદે કરી 33 ટકા અનામતની માગણી
એનસીપીના રાજ્યસભા સાંસદ ફૌઝિયા ખાને કહ્યું કે અનેક ઓડિટથી જાણવા મળ્યું છે કે 6 ટકાથી વધુ મહિલાઓને નેતૃત્વની ભૂમિકા મળી નથી. આપણે આ અંગે વિચારવું જોઈએ. આપણે લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓના 33 ટકા અનામત પર કાયદો લાવવાની એક શરૂઆત કરી શકીએ છીએ. 

— ANI (@ANI) March 8, 2021

પ્રિયંકા ચતુર્વેદી બોલ્યા- 50 ટકા થવી જોઈએ મહિલા અનામત
ત્યારબાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે 24 વર્ષ પહેલા અમે સંસદમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આજે 24 વર્ષ બાદ અમે સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 50 ટકા અનામત મળવું જોઈએ. 

— ANI (@ANI) March 8, 2021

દીકરીઓની સ્થિતિ સારી નથી- કોંગ્રેસ સાંસદ
ભાજપના સાંસદ સરોજ પાંડેએ કહ્યું કે સરકાર મહિલાઓ વિરુદ્ધ ભેદભાવને રોકવાની કોશિશ કરી રહી છે. તેમણે કહ્યું કે તાત્કાલિક ટ્રિપલ તલાકને સમાપ્ત કરવા અને બેટી પઢાઓ, બેટી બચાવોના પ્રયત્નોને આ દિશામાં કરાઈ રહ્યા છે. ત્યારબાદ કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ કહ્યું કે સમય આવી ગયો છે કે મહિલાઓને વિધાનસભાઓ અને સંસદમાં અનામત મળે. સરકાર બેટી પઢાઓની વાત કરે છે પરંતુ બેટીઓની સ્થિતિ સારી નથી. 

વર્ષોથી અટક્યું છે મહિલા અનામત બિલ
વર્ષ 1974માં બનેલી સમિતિના રિપોર્ટમાં રાજનીતિક સંસ્થાઓમાં મહિલાઓની ઓછી સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને પંચાયતો ઉપરાંત સ્થાનિક શાખાઓમાં પણ મહિલાઓ માટે બેઠકો અનામત કરવાનું સૂચન અપાયું હતું. ત્યારબાદ વર્ષ 1993માં બંધારણમાં 73માં અને 74માં સંશોધન હેઠળ પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત કરાઈ. મહિલા અનામત બિલને વર્ષ 1996માં પહેલીવાર એચડી દેવગૌડા સરકારે 81માં બંધારણ સંશોધન બિલ તરીકે સંસદમાં રજુ કર્યું પરંતુ તેમની સરકાર પડી ગઈ. ત્યારબાદ 1998માં તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં ફરીથી બિલ રજુ કર્યું. પરંતુ ભારે વિરોધ વચ્ચે આ બિલ પાસ થઈ શક્યું નહીં. 1999, 2002 અને 2003માં તેને ફરીથી સદનમાં લાવવામાં આવ્યું. પરંતુ તે પાસ થઈ શક્યું નહીં. 2008માં મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામતને લઈને 108માં બંધારણ સંશોધન બિલ રાજ્યસભામાં રજુ કરાયું. તેના બે વર્ષ બાદ રાજનીતિક અવરોધો વચ્ચે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું પરંતુ લોકસભામાં હજુ પણ લટકેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news