CWG 2022: ભારતના અવિનાશે જીત્યો સિલ્વર મેડલ, રવિ દહિયા ગોલ્ડથી એક ડગલું દૂર
Commonwealth Games 2022: પહેલવાન રવિ દહિયાએ પાકિસ્તાનના અસદ અલીને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે 10,000 મીટર વોકમાં પ્રિયંકાના સિલ્વર મેડલ બાદ સ્ટીપલચેઝર અવિનાશ સાબલેએ 3,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે.
Trending Photos
Commonwealth Games 2022: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સના 22 માં એડિશનના 9 માં દિવસે ભારતીય ખેલાડીઓ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પહેલવાન રવિ દહિયાએ પાકિસ્તાનના અસદ અલીને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે 10,000 મીટર વોકમાં પ્રિયંકાના સિલ્વર મેડલ બાદ સ્ટીપલચેઝર અવિનાશ સાબલેએ 3,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે.
ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર રવિ દહિયા
રવિ દહિયાએ સેમીફાઈનલ મુકાબલાથી પહેલા 1 મિનિટ 14 સેકન્ડમાં ન્યુઝિલેન્ડના પહેલવાન સૂરજને 10-0 થી હરાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં અત્યાર સુધી કુલ 6 મેડલ મળ્યા અને કુસ્તીની 6 મેડલ ઇવેન્ટ આજે રમાઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતને અત્યાર સુધી 9 ગોલ્ડ, 10 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 28 મેડલ જીત્યા છે.
#CommonwealthGames2022 | India's wrestler Ravi Kumar Dahiya advances to Men's Freestyle 57 kg finals, after defeating Pakistan's Asad Ali by Technical Superiority (14-4) pic.twitter.com/hDtdUDWXEg
— ANI (@ANI) August 6, 2022
નવીને પણ ફાઈનલમાં બનાવી જગ્યા
ભારતના પહેલાવન નવીન પણ ફ્રીસ્ટાઈલ 74 કિગ્રા વર્ગની ફાઈનલમાં પહોંચી ગયો છે. તેણે સેમીફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડના ચાર્લી બાઉલિંગને હરાવ્યો. પહેલવાન નવીને 12-1 થી બાજી મારી. પહેલવાન નવીને પણ સિલ્વર મેડલ પક્કો કરી લીધો છે.
India's Avinash Mukund Sable bags the Silver medal in the men's 3000m steeplechase final in the #CommonwealthGames2022 pic.twitter.com/IoITCYvY4d
— ANI (@ANI) August 6, 2022
અવિનાશ સાબલેએ જીત્યો સિલ્વર મેડલ
10,000 મીટર વોકમાં પ્રિયંકાના સિલ્વર મેડલ બાદ સ્ટીપલચેઝર અવિનાશ સાબલેએ 3,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે. 13 સપ્ટેમ્બર 1994 ના મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામમાં જન્મેલા અવિનાશ સાબલેએ નેશનલ રેકોર્ડ તોડી આ મેડલ પોતાનાનામે કર્યો છે. તેણે સિલ્વર મેડલ જીતવા માટે 8:11:20 નો સમય કાઢ્યો. કોમનવેલ્થ ગેમ્સના નવમાં દિવસે ભારતને આ બીજો મેડલ છે. અવિનાશ સાબલે ગોલ્ડ મેડલ જીતનાર અબ્રાહમ કિબિવોટથી માત્ર 0.5 સેકન્ડ પાછળ રહ્યો. અબ્રાહમે 8.11.15 મિનિટમાં પોતાની રેસ પૂર્ણ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે