AUS OPEN: કોન્તાવેત ક્વાર્ટરફાઇનલમાં પહોંચનારી ઇસ્ટોનિયાની પ્રથમ મહિલા, મુગુરૂજા પણ અંતિમ-8માં પહોંચી

મુગુરૂજાએ નેધરલેન્ડની કિકી બર્ટેન્સને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 6-3, 6-3થી પોતાના નામે કર્યો હતો. મુગુરુજા 3 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. 

AUS OPEN: કોન્તાવેત ક્વાર્ટરફાઇનલમાં પહોંચનારી ઇસ્ટોનિયાની પ્રથમ મહિલા, મુગુરૂજા પણ અંતિમ-8માં પહોંચી

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સોમવારે વિમેન્સ સિંગલ્સમાં ઇસ્ટોનિયાની એનેટ કોન્તાવેત, સોમાનિયાની સિમોના હાલેપ, સ્પેનની ગારબિન મુગુરૂજા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તો મેન્સ સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમે અંતિમ-8માં પોતાની જગ્યા પાક્કી કરી છે. કોન્તાવેતે પોલેન્ડની ઇગા સ્વીતેકને 6-7(4) 7-5 7-5થી પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 2 કલાક 42 મિનિટમાં પોતાના નામે કર્યો હતો. આ જીતની સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પોતાના દેશની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. 

મુગુરૂજાએ નેધરલેન્ડની કિકી બર્ટેન્સને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 6-3, 6-3થી પોતાના નામે કર્યો હતો. મુગુરુજા 3 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. તે છેલ્લે 2017માં આ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. 

Kontaveit advances to her very first Grand Slam quarterfinal, def. Swiatek 6-7(4) 7-5 7-5 in 2 hours & 42 minutes. #AO2020 | #AusOpen pic.twitter.com/7j93RtsBP3

— #AusOpen (@AustralianOpen) January 27, 2020

હાલેપે મર્ટેન્સને સીધા સેટમાં બહાર કરી
બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હાલેપે 16મી સીડ પ્રાપ્ત બેલ્જિયમની એલિસ મર્ટેન્સને પરાજય આપ્યો હતો. હાલેપે મર્ટેન્સને 6-4, 6-4થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો કોન્તાવેત સામે થશે. હાલેપ 2018માં કેરોલિન વોજીનિયાકી સામે ફાઇનલમાં હારી હતી. તે આ જીતની સાથે રેન્કિંગમાં ત્રીજાથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. હાલેપ સિવાય ટોપ સીડ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી બહાર થઈ ગઈ છે. આ પહેલા બીજી સીડ પ્રાપ્ત કેરોલિના પ્લિસ્કોવા, ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનની નાઓમી ઓસાકા પણ બહાર થઈ ચુકી છે. 

થિએમ 18 વર્ષમાં ક્વાર્ટરફાઇનલમાં પહોંચનાર પ્રથમ ઓસ્ટ્રિયાઈ
બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ડોમિનિક થિએમે ફ્રાન્સના જાએલ મોનફિલ્સને 6-2, 6-4, 6-4થી હરાવ્યો હતો. 18 વર્ષ બાદ કોઈ ઓસ્ટ્રિયાઈ ખેલાડી ક્વાર્ટરફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news