બુમરાહ-શમી નહીં, આ ભારતીય બોલરને બેસ્ટ માને છે ગ્લેન મેકગ્રા, IPLમાં મચાવી રહ્યો છે તહેલકો
ગ્લેન મેકગ્રાએ જણાવ્યું છે કે જે રીતે ઉભરતું પ્રદર્શન કરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ આઈપીએલમાં 19મી ઓવર ફેંકી, જેણે જોઈને કોઈ પણ કહી શકે છે કે તે દબાણનો સામનો કરી શકે છે. મેકગ્રાએ સાથે આશા જતાવી છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ખુબ જ મજબૂત રીતે વાપસી કરશે.
Trending Photos
Glenn McGrath on Prasidh Krishna: હાલ આઈપીએલમાં દરેક ભારતીય બેટર અને બોલરોના પ્રદર્શનને ધ્યાનથી જોવામાં આવી રહ્યું છે. તેવામાં ઓસ્ટ્રેલિયન મહાન ઝડપી બોલર ગ્લેન મેકગ્રાનું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે.
ગ્લેન મેકગ્રાએ જણાવ્યું છે કે જે રીતે ઉભરતું પ્રદર્શન કરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ આઈપીએલમાં 19મી ઓવર ફેંકી, જેણે જોઈને કોઈ પણ કહી શકે છે કે તે દબાણનો સામનો કરી શકે છે. મેકગ્રાએ સાથે આશા જતાવી છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ખુબ જ મજબૂત રીતે વાપસી કરશે, જેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર ચાર વિકેટ જ લઈ શક્યો છે.
મેકગ્રાએ આ બોલરની પ્રશંસા કરી
એમઆરએફ પેસ ફાઉન્ડેશનના કોચિંગ ડાયરેક્ટર મેકગ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમારા બે બોલર આવેશ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણા જે રીતે બોલિંગ કરી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. શુક્રવારે દિલ્હી કેપિટલ્સ સામેની IPL મેચની 19મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ દર્શાવે છે કે આ ખેલાડી કોઈ પણ જાતનું દબાણનો સામનો કરી શકે છે.
તેમણે જણાવ્યું કે, મને પ્રસિદ્ધ હંમેશાં પસંદ આવે છે કારણ કે તે હંમેશાં નેટ પર બોલિંગ કરવા માટે ઈચ્છુક રહે છે. તેણે ટ્રેનિંગ સેશનમાં જે મહેનત કરી છે, તેનું પરિણામ તેણે આઈપીએલમાં મળ્યું છે. મેકગ્રાનું કહેવું છે કે, તે માનસિક રૂપથી ઘણો મજબૂત ખેલાડી છે અને તેનો અભિગ્રમ પણ ખુબ સારો છે. તે હાલના સમયમાં ખુબ જ સારી બોલિંગ કરી રહ્યો છે અને આત્મવિશ્વાસથી ભરેલો છે.
બુમરાહના ફોર્મ પર આપ્યું નિવેદન
મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી પોતાની તમામ 7 લીગ મેચ હારી ગયું છે અને બુમરાહ પણ વધારે વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. તેના પર મેકગ્રાએ જણાવ્યું, 'તેણે તેની કારકિર્દીની શરૂઆતમાં એટલી સફળતા મળી છે કે તે સ્તર જાળવી રાખે તેવી અપેક્ષા છે. હું તેના મજબૂત પુનરાગમનની રાહ જોઈ રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે