David Warner: ડેવિડ વોર્નરના નામે નોંધાયેલો છે ખાસ રેકોર્ડ, સચિન તેંડુલકર અને રોહિત શર્મા પણ છે પાછળ

David Warner Record: ડેવિડ વોર્નર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. વોર્નર પૂર્વ ભારતીય બેટર સચિન તેંડુલકર કરતા પણ આગળ છે.

David Warner: ડેવિડ વોર્નરના નામે નોંધાયેલો છે ખાસ રેકોર્ડ, સચિન તેંડુલકર અને રોહિત શર્મા પણ છે પાછળ

સિડનીઃ David Warner Record In International: ડેવિડ વોર્નરે પોતાના કરિયરની અંતિમ ટેસ્ટ આજે પાકિસ્તાન વિરુદ્ધ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી. વોર્નર ક્રિકેટ જગતના દિગ્ગજ ઓપનરોમાં સામેલ છે. તેણે ઓપનિંગમાં બેટિંગ કરતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન બેટરે ઓપનિંગ કરતા સૌથી વધુ સદી પટકારી છે. ઓપનિંગમાં સદી ફટકારવાના મામલામાં પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પણ ડેવિડ વોર્નરથી પાછળ છે. 

સચિન તેંડુલકર ક્રિકેટ જગતના દિગ્ગજ ઓપનર્સમાં સામેલ છે. આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આ લિસ્ટમાં સામેલ છે, પરંતુ તે આ ઓસ્ટ્રેલિયન ખેલાડી કરતા પાછળ છે. વોર્નર ટેસ્ટ સિવાય વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે. તો ઓપનર તરીકે વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 451 ઈનિંગમાં 49 સદી ફટકારી છે. લિસ્ટમાં સચિન તેંડુલકર બીજા નંબર પર છે, જેણે 342 ઈનિંગમાં 45 સદી ફટકારી છે. સચિન તે બેટર છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

લિસ્ટમાં આગળ વધતા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિસ ગેલ 42 સદી સાથે ત્રીજા, શ્રીલંકાનો પૂર્વ દિગ્ગજ સનથ જયસૂર્યા 41 સદી સાથે ચોથા, વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટર મેથ્યૂ હેડન 40-40 સદી સાથે સંયુક્ત રૂપથી પાંચમાં નંબર પર છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર બેટર
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 49 સદી – 451 ઇનિંગ્સમાં
સચિન તેંડુલકર (ભારત) – 45 સદી – 342 ઇનિંગ્સમાં
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 42 સદી - 506 ઇનિંગ્સમાં
સનથ જયસૂર્યા (શ્રીલંકા) – 41 સદી – 563 ઇનિંગ્સમાં
રોહિત શર્મા (ભારત) – 40 સદી – 331 ઇનિંગ્સમાં
મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા) – 40 સદી – 340 ઇનિંગ્સમાં.

વોર્નરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યાર સુધી આવી રહી છે
નોંધનીય છે કે ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 112 ટેસ્ટ, 161 વનડે અને 99 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 205 ઈનિંગમાં તેણે 8486, વનડેની 159 ઈનિંગમાં 6932 અને ટી20 આંતરરાષ્ટ્રીયની 99 ઈનિંગમાં 2894 રન બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news